વીડિયો કેવાયસી સુવિધા એ ભેગા મળીને કામ કરી રહેલી બ્રાન્ચ બેંકિંગ, ડિજિટલ બેંકિંગ અને રીટેઇલ એસેટ્સના એજાઇલ પોડ્સની કામગીરીનું પરિણામ છે. એચડીએફસી બેંક ખાતે અનેકવિધ એજાઇલ પોડ્સ ગ્રાહકો માટેના નવા ઉત્પાદનો અને સેવાઓ પર કામ કરી રહ્યાં છે. તે બેંકમાં વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સ માટે વિવિધ ટીમોની યોગ્યતાઓ અને ક્ષમતાઓનો ઉપયોગ કરવાના ‘વન બેંક’ના વિઝનને અનુરૂપ છે.
હાલમાં વીડિયો કેવાયસીની સુવિધાને બચત અને કૉર્પોરેટ સેલરી ખાતાઓ તથા પર્સનલ લૉન માટે માટે શરૂ કરવામાં આવી છે અને તબક્કાવાર રીતે અન્ય ઉત્પાદનો માટે પણ શરૂ કરવામાં આવશે. આરબીઆઈના દિશાનિર્દેશો મુજબ, વીડિયો કેવાયસીની કામગીરી સફળતાપૂર્વક પૂરી થવી એ સંપૂર્ણ કેવાયસીને સમકક્ષ છે અને ગ્રાહક તમામ નાણાકીય/ બેંકિંગ ઉત્પાદનો મેળવવા માટે પાત્ર ગણાય છે. આ સુવિધા ચાલું દિવસે સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન ઉપલબ્ધ છે.
એચડીએફસી બેંકના રીટેઇલ બ્રાન્ચ બેંકિંગના ગ્રૂપ હેડ શ્રી અરવિંદ વોરાએ જણાવ્યું હતું કે, ‘અમે વીડિયો કેવાયસીની સુવિધાની શરૂઆત અંગે જાહેર કરીને ખૂબ જ આનંદિત છીએ. પ્રથમ તબક્કામાં અમે તેને બચત અન કૉર્પોરેટ સેલેરી અને પર્સનલ લૉનના ગ્રાહકો માટે શરૂ કરી રહ્યાં છીએ અને તબક્કાવાર રીતે અન્ય ઉત્પાદનો માટે પણ તેને શરૂ કરવામાં આવશે. આ સુવિધા અમારા ગ્રાહકોને સવલત પૂરી પાડવા ટેકનોલોજીનો લાભ ઉઠાવવાના અમારા ઉદ્દેશ્યને અનુરૂપ છે. અમને એ જણાવતા આનંદ થઈ રહ્યો છે કે, વીડિયો કેવાયસી એ વન બેંકના અમારા વિઝનના ભાગરૂપે એકસાથે કામ કરી રહેલાં અમારા એજાઇલ પોડની કામગીરીનું પરિણામ છે, જેણે ગ્રાહકોને શ્રેષ્ઠતાનો અનુભવ પૂરો પાડવામાં વધુ એક ડગ માડ્યું છે.’
વીડિયો કેવાયસી માટે ગ્રાહકોએ શું રજૂ કરવું પડશે
- બેંકની અરજીમાં આધાર ઓટીપી-આધારિત સંપૂર્ણ ઇકેવાયસી
- ઓરિજિનલ પાન કાર્ડને હાથવગું રાખો
- વીડિયો કેવાયસી કરતી વખતે ભારતમાં જ રહો
- સારી ડેટા કનેક્ટિવિટી ધરાવતો સ્માર્ટફોન રાખો
ગ્રાહક બેંકની વેબસાઇટ / પ્લેસ્ટોર પર ઉપલબ્ધ ખાતું ખોલાવવા માટેની બેંકની એપ મારફતે તેનું / તેણીનું આધાર ઇકેવાયસી પૂરું કરી લે તે પછી તેને/ તેણીને બેંકના અધિકારી સાથે જોડવામાં આવશે, જેઓ વીડિયો કેવાયસીની પ્રક્રિયા હાથ ધરે છે.
સામાન્ય રીતે, વીડિયો કેવાયસી કરનાર બેંકના કર્મચારી...
- ગ્રાહકની માહિતીને ચકાસશે
- ગ્રાહકનો ફોટો પાડશે
- ગ્રાહકના પાન કાર્ડનો ફોટો પાડશે
- આખરે ખાતાને સક્રિય કરવામાં આવે તે પહેલાં વીડિયો કેવાયસીની ઓડિયો-વીડિયો વાતચીતને માન્ય કરશે.