HDFC Defence Fund: ભારતીય શેર બજારમાં લિસ્ટેડ ડિફેન્સ સ્ટોક્સમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. તેથી રોકાણકારોમાં ડિફેન્સ સ્ટોક્સથી લઈને ડિફેન્સ સેક્ટર સાથે જોડાયેલા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની હોડ મચી છે. એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ વેલ્યુએશનની ચિંતાઓને ધ્યાનમાં રાખીને એચડીએફસી ડિફેન્સ ફંડમાં એકસાથે રોકાણ બંધ કર્યા બાદ હવે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા પણ રોકાણ પર પ્રતિબંધો લગાવવા જઈ રહ્યું છે. 22 જુલાઈ 2024થી એચડીએફસી ડિફેન્સ ફંડમાં નવા એસઆઈપીનું રજિસ્ટ્રેશન નહીં થાય.


એસેટ મેનેજમેન્ટ કંપનીએ એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડે એચડીએફસી ડિફેન્સ ફંડમાં 22 જુલાઈ 2024થી નવું એસઆઈપી રજિસ્ટર નહીં કરે. 22 જુલાઈ પહેલાં જે એસઆઈપીને રજિસ્ટર કરી લેવામાં આવશે તેની પ્રોસેસિંગ થશે. જૂન 2023થી જ ફંડમાં એકસાથે રોકાણ લેવા પર પ્રતિબંધ લાગેલો હતો. એચડીએફસી ડિફેન્સ ફંડ એક સેક્ટોરલ ફંડ છે જે ડિફેન્સ કંપનીઓ અથવા તેની સાથે જોડાયેલા સેક્ટર્સના સ્ટોક્સમાં રોકાણ કરે છે. નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ ટીઆરઆઈ હેઠળ આ ફંડને બેન્ચમાર્ક કરવામાં આવ્યું છે. અભિષેક પોદ્દાર અને ધ્રુવ મુચ્છલ આ ફંડને મેનેજ કરે છે.


ડિફેન્સ સેક્ટરના સ્ટોક્સમાં વેલ્યુએશન ચિંતાઓને કારણે એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડને ફંડ્સના ડિપ્લોયમેન્ટમાં મુશ્કેલીઓ આવી રહી છે. પરંતુ રોકાણના રિડેમ્પશન, સ્વિચ આઉટ, એસટીપી આઉટ્સ પર કોઈ પ્રતિબંધ નહીં હોય. આ પહેલી વખત નથી જ્યારે એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ આ નિર્ણય લીધો છે. આ પહેલાં પણ એસેટ મેનેજમેન્ટ કંપનીઓ સ્મોલ કેપ ફંડમાં એકસાથે રોકાણ લેવાથી લઈને એસઆઈપી દ્વારા રોકાણ લેવા પર પ્રતિબંધો લગાવી ચૂકી છે.


એચડીએફસી ડિફેન્સ ફંડની લોન્ચિંગ 2 જૂન 2023ના રોજ થઈ હતી. ત્યારથી એચડીએફસી ડિફેન્સ ફંડે રોકાણકારોને 123.33 ટકાનું વળતર આપ્યું છે. જ્યારે એક વર્ષમાં ફંડે 132.73 ટકાનું વળતર આપ્યું છે. 10 જુલાઈ 2024ના રોજ ફંડનું એનએવી 24.88 રૂપિયા પ્રતિ યુનિટ હતું.


એચડીએફસી ડિફેન્સ ફંડ કુલ 3667 કરોડ રૂપિયાના ફંડને મેનેજ કરે છે અને ફંડના પોર્ટફોલિયોમાં 21 સ્ટોક્સ છે જેમાં અડધાથી વધુ એસેટ અંડર મેનેજમેન્ટ ત્રણ ડિફેન્સ કંપનીઓ હિન્દુસ્તાન એરોનોટિક્સ, ભારત ઇલેક્ટ્રોનિક્સ અને અસ્ત્ર માઇક્રોવેવ પ્રોડક્ટ્સમાં રોકાયેલું છે. બાકીના 50 ટકા એયુએમ 18 સ્ટોક્સમાં રોકાણ કરવામાં આવ્યું છે. ડિફેન્સ સ્ટોક્સમાં તેજીનો અંદાજ આનાથી જ લગાવી શકાય છે કે એચએએલના સ્ટોકમાં એક વર્ષમાં 183 ટકાનો ઉછાળો આવી ચૂક્યો છે તો મઝગાંવ ડોકના સ્ટોકમાં 260 ટકાનો ઉછાળો આવી ચૂક્યો છે.