RBI Gold: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તાજેતરમાં બ્રિટનથી ભારતમાં 100 ટન સોનાની આયાત કરી છે. ભારતનું આ સોનું બેંક ઓફ ઈંગ્લેન્ડમાં રાખવામાં આવ્યું હતું. હવે આરબીઆઈએ તેને મુંબઈ અને નાગપુરની ઓફિસમાં શિફ્ટ કરી દિધુ છે. 1991 બાદ પહેલીવાર RBIએ સોનાને લઈને આટલો મોટો નિર્ણય લીધો છે. ત્યારથી, લોકોમાં ઉત્સુકતા વધી છે કે ભારતની કેન્દ્રીય બેંકો અને વિશ્વના મોટા દેશો પાસે કેટલા સોનાના ભંડાર છે. આવો અમે તમને ટોચના 10 દેશો વિશે સંપૂર્ણ માહિતી આપીએ જેની પાસે સૌથી વધુ સોનાનો ભંડાર છે.


વિદેશમાં ભારત પાસે 500 ટન સોનું હતું


વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર,  નાણાકીય વર્ષ 2024ના પહેલા ક્વાર્ટર સુધીમાં ભારતમાં લગભગ 800 ટન સોનું હતું. તેમાંથી લગભગ 500 ટન વિદેશમાં અને 300 ટન ભારતમાં રાખવામાં આવ્યું હતું.  હવે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ભારતમાં 100 ટન સોનું લાવ્યા બાદ આ આંકડો 50-50 ટકા થઈ ગયો છે. વિશ્વમાં સૌથી વધુ સોનું અમેરિકા પાસે છે. તેનું ગોલ્ડ રિઝર્વ લગભગ 8133 ટન છે. આ યાદીમાં ભારત નવમા નંબરે છે. આપણી પાસે હાલમાં 822 ટન સોનું છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સતત સોનાની ખરીદી કરી રહી છે. આવી સ્થિતિમાં, આપણે ટૂંક સમયમાં જ જાપાનને પાછળ છોડીને સમગ્ર વિશ્વભરમાં   8મા નંબર પર આવી શકીએ છીએ. જાપાન પાસે હાલમાં લગભગ 845 ટન સોનું છે. ભારત તેની આગળ નિકળી શકે છે.    


આ 10 દેશોમાં સૌથી વધુ સોનું છે 


નિષ્ણાતોએ કહ્યું છે કે,  મધ્ય પૂર્વમાં સંઘર્ષ અને રશિયા વિરુદ્ધ અમેરિકાની સતત કાર્યવાહીને કારણે વિશ્વમાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ 100 ટન સોનું ભારતમાં લાવવાનો નિર્ણય કર્યો છે. આ જ કારણ છે કે વિશ્વની ઘણી સેન્ટ્રલ બેંકો સતત સોનાની ખરીદી કરી રહી છે. જેના કારણે પીળી ધાતુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર આ દેશોમાં વિશ્વમાં સૌથી વધુ સોનું છે.           


US - 8,133.46 ટન (579,050.15 મિલિયન ડૉલર)
જર્મની - 3,352.65 ટન (238,662.64 મિલિયન ડૉલર)
ઇટાલી - 2,451.84 ટન (174,555.00 મિલિયન ડૉલર)
ફ્રાન્સ - 2,436.88 ટન (173,492.11 મિલિયન ડૉલર)
રશિયા - 2,332.74 ટન (166,076.25 મિલિયન ડૉલર)
ચીન - 2,262.45 ટન (161,071.82 મિલિયન ડૉલર)
સ્વિટ્ઝર્લૅન્ડ - 1,040.00 ટન (69,495.46 મિલિયન ડૉલર)
જાપાન - 845.97 ટન (60,227.84 મિલિયન ડૉલર)
ભારત - 822.09 ટન (58,527.34 મિલિયન ડૉલર)
નેધરલેન્ડ - 612.45 ટન (43,602.77 મિલિયન ડૉલર)