નવી દિલ્હીઃ નવી હીરો સ્પ્લેન્ડર ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ થશે. હીરો મોટોકોર્પ તેની આ લોકપ્રિય બાઇકમાં અનેક નવા ફીચર્સ ઉમેરશે. કંપનીએ ચાલુ વર્ષે BS6 Splendor iSmart પરથી પડદો ઉઠાવ્યો હતો, પરંતુ તેના ફીચર્સ અંગે કોઈ જાણકારી આપવામાં આવી નહોતી. પરંતુ હવે બાઇક સાથે સંકળાયેલા ડોક્યુમેન્ટ ઓનલાઇન લીક થઈ ગયા છે.


બે વેરિયન્ટમાં થશે લોન્ચ

નવી સ્પ્લેન્ડરમાં માઇલેજ વધારનારી ફ્યુલ ઈન્જેક્શન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લીક થયેલા ડોક્યુમેન્ટ મુજબ BS6 Splendor iSmart ડ્રમ અને ફ્રન્ટ ડિસ્ક બ્રેક એમ બે વેરિયન્ટમાં ઉપલબ્ધ થશે. મીડિયા રિપોર્ટ મુજબ એન્જિનમાં અપડેટના કારણે તેની કિંમત બીએસ4 મોડલની તુલનામાં 10 થી 15 ટકા વધારે હોઈ શકે છે. હાલ બજારમાં મળતા સ્પ્લેન્ડરની કિંમત 56,500 રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) છે.

એન્જિન હશે શક્તિશાળી

નવી સ્પ્લેન્ડરમાં 113.2ccનું એન્જિન હશે, જે વર્તમાન મોડલ 109.15cથી અલગ છે. દેશભરમાં બીએસ6 એમિશન નોર્મ્સ એપ્રિલ 2020થી લાગુ થશે. નવી બાઇક બીએસ6 એન્જિન સાથે માર્કેટમાં આવશે.

હીરો મોટોકોર્પે ચાલુ વર્ષે જૂનમાં બાઇક માટે ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોટિવ ટેકનોલોજી (ICAT)નું બીએસ6 સર્ટિફિકેટ મેળવ્યું હતું. જેની સાથે જ તે બીએસ6 સર્ટિફિકેટ હાંસલ કરનારી દેશની પ્રથમ ટૂ વ્હીલર કંપની બની હતી.

બોલીવુડની આ હોટ એક્ટ્રેસને ચૂંટણી પ્રચાર પડ્યો ભારે, ચાર બ્રાન્ડે ફાડ્યો છેડો, જાણો વિગત

ટીમ ઈન્ડિયાએ કર્યું મોટું પરાક્રમ, વિશ્વની એક પણ ટીમ નથી કરી શકી, જાણો વિગત

IND vs SA: બીજી ટેસ્ટમાં ભારતની ભવ્ય જીતના આ 5 ખેલાડી રહ્યા હીરો, જાણો કોણ-કોણ છે