પાંચ વર્ષમાં 50 બાઇક થશે લૉન્ચ
Hero MotoCorpના ડાયરેક્ટર અને સીઇઓ ડૉ. પવન મુંજાલે કહ્યું કે અમે અમારી વિકાસયાત્રાને ચાલુ રાખીશું, બી ધ ફ્યૂચર ઓફ મોબિલિટી માટે પોતાના નજરીયાને ધ્યાનમાં રાખતા અમે અમારી ગ્લૉબલ ફૂટપ્રિન્ટને આગળ વધારવા ઉપરાંત આગામી પાંચ વર્ષોમાં નવી બાઇકો અને સ્કૂટરો લાવવા જઇ રહ્યાં છીએ. આ પગલુ કંપનીને આગળ વધારવા અને ભારતીય માર્કેટમાં પોતાની પકડ મજબૂત કરવામાં કામ કરશે.
ગયા મહિને વેચ્યા 4.25 લાખ વાહન
વળી, ડિસેમ્બર 2020માં આ ટૂવ્હીલર કંપની ભારતમાં 4.25 લાખથી વધુ ટૂવ્હીલર્સનુ સેલિંગ કરવામાં સફળ રહી અને વર્ષના અંતમાં 37.68 ટકા માર્કેટ ભાગીદારી હાંસલ કરી. પોતાની દસ કરોડમી બાઇક લૉન્ચ કરવાના પ્રસંગે કંપનીએ 6 મૉડલ્સ લૉન્ચ કર્યા છે. જેમાં Splendor Plus, Passion Pro, Glamour, Maestro Edge 110, Destini 125 અને Xtreme 160R સામેલ છે. આ મૉડલ્સને ખાસ કિંમત અને સ્કીમની સાથે માર્કેટમાં ઉતારવામાં આવ્યા છે. આ મૉડલ્સ આગામી મહિનાથી સેલ કરવામાં આવશે.