Adani-Hindenburg Row : અમેરિકાની રિસર્ચ ફર્મ હિંડનબર્ગે 24 જાન્યુઆરીએ અદાણી જૂથ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. અદાણીની કંપનીઓ પર એકાઉન્ટિંગ મેનીપ્યુલેશન, શેરની વધુ પડતી કિંમત જેવા અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા. જેને લઈને અદાણી ગ્રુપના શેર્સ ધડામ થયા હતાં. હજી સુધી ગૌતમ અદાણી હજુ સુધી હિંડનબર્ગના આરોપોમાંથી બહાર આવી શક્યા નથી. તેમની મુશ્કેલીઓનો અંત આવતો જણાતો નથી ત્યાં અદાણી જૂથ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. હિન્ડેનબર્ગ બાદ હવે MSCI ESG રિસર્ચએ અદાણીને આંચકો આપ્યો છે. 


રિસ્ક એનાલિસિસ ફર્મ MSCIએ કહ્યું છે કે, તેઓએ અદાણી ગ્રુપની કંપનીઓના પર્યાવરણીય, સામાજિક અને ગવર્નન્સ એસેસમેન્ટમાં સુધારો કર્યો છે. તેના રિપોર્ટમાં MSCIએ અદાણી ગ્રૂપનું રેટિંગ માઇનોરથી ઘટાડીને મોડરેટ કરી દેવામાં આવ્યું છે.


MSCI ESGએ વધારી અદણીની ચિંતા


રિસ્ક એનાલિસિસ ફર્મ MSCI ESG રિસર્ચએ રોઇટર્સને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, અમે આ નિર્ણય હિંડનબર્ગના રિપોર્ટ બાદ લીધો છે. રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, 3 માર્ચે અમે હિંડનબર્ગ સંબંધિત વિવાદના મૂલ્યાંકન પછી અદાણી જૂથનું રેટિંગ માઇનોરથી ઘટાડીને મધ્યમ કર્યું છે. એજન્સીએ કહ્યું હતું કે, અમે અદાણી ગ્રુપનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે. MSCI ESG અદાણી ગ્રુપની કંપનીઓ અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણીની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ. એન્ટરપ્રાઈઝનું રેટિંગ કરે છે. ESG રિસર્ચએ અદાણીની એકાઉન્ટિંગ તપાસ, સિક્યોરિટીઝ વેલ્યુએશન અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેના કવરેજમાં તેણે કહ્યું હતું કે, તેણે ગવર્નન્સ, બોર્ડની સ્વતંત્રતા, વ્યવહારો અને શેરધારકોને નિયંત્રિત કરવા સંબંધિત કેટલાક મુદ્દાઓને ઓળખી કાઢ્યા છે.


અદાણીનું રેટિંગ બદલાયું


MSCI ESG રિસર્ચ વિવાદાસ્પદ સ્કોરિંગ અને ફ્લેગિંગ સિસ્ટમ પર તેના ફેક્ટશીટ રિપોર્ટમાં રોકાણકારોને સંભવિત પ્રતિષ્ઠા જોખમો વિશે ચેતવણી આપી છે. તેના અહેવાલમાં તેણે કહ્યું છે કે, અદાણી જૂથની કંપનીઓ 'લાંચ અને છેતરપિંડી' અને 'ગવર્નન્સ સ્ટ્રક્ચર્સ' વિવાદ સાથે જોડાયેલી છે. તેના કવરેજમાં તેણે કહ્યું છે કે, અદાણી જૂથની કંપનીઓના એકાઉન્ટ ઓડિટ મેટ્રિક્સમાં હેરફેરના સંકેતો ઓળખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે MSGI ESG રિસર્ચ પહેલી એજન્સી નથી જેણે અદાણી ગ્રુપના રેટિંગમાં ફેરફાર કર્યો હોય. અગાઉ સસ્ટેનેબિલિટી રેટિંગ કંપની સસ્ટેનેલિટીક્સે પણ જૂથના ગવર્નન્સ સંબંધિત સ્કોરને ડાઉનગ્રેડ કર્યો હતો. આ ઉપરાંત ફિચ, મૂડીઝ જેવી રેટિંગ એજન્સીઓએ પણ અદાણી ગ્રુપના રેટિંગમાં ફેરફાર કર્યો છે. રેટિંગમાં ફેરફારની અસર શેરો પર પડી શકે છે. અદાણીના શેર ફરી એકવાર ઘટી શકે છે.


બે કંપનીઓ પર દેખરેખ વધારી


હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીની મુસીબતો અટકી રહી નથી. NSE અને BSEએ અદાણી ગ્રૂપની કંપનીઓ અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસને લાંબા ગાળાના વધારાના સર્વેલન્સની સ્ટેજ 2 કેટેગરીમાં મૂક્યા છે. આ મોનિટરિંગ 13 માર્ચથી શરૂ થશે. અગાઉ 9 માર્ચે અદાણીની ત્રણ કંપનીઓને શોર્ટ ટર્મ સર્વેલન્સ ફ્રેમવર્ક સ્ટેજ 1માં મૂકવામાં આવી હતી. જો કે, તેને કાર્યવાહી તરીકે જોવું જોઈએ નહીં. આ રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે કરવામાં આવે છે.