How to make home loan interest-free: નોકરીયાત લોકો ઘર ખરીદવા માટે હોમ લોનની મદદ લે છે. હોમ લોનની મદદથી ઘર ખરીદવું સરળ તો છે પરંતુ તે ખૂબ મોંઘી રીત છે. જો તમે 25 વર્ષ માટે 9.5 ટકાના વ્યાજ દરે 60 લાખ રૂપિયાની હોમ લોન લઈ રહ્યા છો, તો તમારે દર મહિને લગભગ 52,422 રૂપિયાની EMI ચૂકવવી પડશે. 25 વર્ષ સુધી 52,422 રૂપિયાની EMI ચૂકવતા ચૂકવતા તમારે 97,26,540 રૂપિયાનું તો માત્ર વ્યાજ ચૂકવવું પડશે. એટલે કે તમે હોમ લોન તો 60 લાખ રૂપિયાની લીધી છે અને તમારે વ્યાજના 97,26,540 રૂપિયા મળીને કુલ 1.57 કરોડ રૂપિયાનું ચૂકવણું કરવું પડશે. પરંતુ એક રીત છે, જેનાથી તમે તમારી હોમ લોન મફત કરી શકો છો. આવો જાણીએ કેવી રીતે?


હોમ લોન લેવાની સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડમાં SIP શરૂ કરી દો


25 વર્ષ માટે 60 લાખ રૂપિયાની હોમ લોન લેવા પર તમારે 9.5 ટકાના વ્યાજ દરે દર મહિને લગભગ 52,422 રૂપિયાની EMI ભરવી પડશે. જો તમે તમારી EMIના 11 ટકા એટલે કે 5766 રૂપિયાની SIP શરૂ કરી દો તો તમે 25 વર્ષમાં એટલે કે લોનની અવધિ પૂરી થવા સુધીમાં હોમ લોન માટે ચૂકવેલા 97,26,540 રૂપિયામાંથી લગભગ 92,11,964 રૂપિયા વસૂલ કરી શકો છો.


25 વર્ષમાં આટલી મોટી રકમ ભેગી થઈ જશે


જો તમે તમારી હોમ લોન સાથે 5766 રૂપિયાની SIP શરૂ કરો છો અને તમને દર વર્ષે 12 ટકાનું પણ સરેરાશ વ્યાજ મળે છે તો 25 વર્ષમાં તમારું કુલ SIP રોકાણ 17,29,800 રૂપિયાનું થઈ જશે, જેના પર તમને લગભગ 92,11,964 રૂપિયાનું અંદાજિત વળતર મળી જશે. રોકાણના 17,29,800 લાખ રૂપિયા અને વળતરના 92,11,964 રૂપિયા મળીને તમારી પાસે કુલ 1.09 કરોડ રૂપિયાનો કોર્પસ એકઠો થઈ જશે.


26 વર્ષમાં લોન પર ચૂકવેલ વ્યાજ કરતાં વધુ રકમ મળશે


એટલું જ નહીં, જો તમે તમારી SIPને માત્ર 1 વર્ષ માટે વધુ એક્સટેન્ડ કરી દો એટલે કે 26 વર્ષ સુધી રોકાણ ચાલુ રાખો તો 12 ટકાના અંદાજિત વળતરના હિસાબે તમને લગભગ 1,06,04,320 રૂપિયાનું વળતર મળી શકે છે. આ રીતે તમે 26 વર્ષમાં માત્ર તમારી હોમ લોન મફત કરી શકો છો પરંતુ વધુ ઘણા પૈસા પણ જમા કરી શકો છો.


આ પણ વાંચોઃ


Reliance Industries: રિલાયન્સના શેરહોલ્ડર્સના શેર થઈ જશે બમણા, કાલે થવાની છે મોટી જાહેરાત