India Ratings: ઘર ખરીદનારાઓને મોટો આંચકો લાગી શકે છે. ચાલુ નાણાકીય વર્ષમાં મકાનોની કિંમતોમાં વધારો થશે. ઘરની કિંમતમાં 8 ટકાનો વધારો થશે. ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ (ઈન્ડિયા રેટિંગ્સ એજન્સી) એ આ વિશે માહિતી આપી છે. જણાવીએ કે, આ વધારો અંતિમ વપરાશકર્તાઓની માંગમાં વધારાને કારણે થઈ શકે છે.


રેટિંગ એજન્સીએ નિવેદન જારી કર્યું છે


રેટિંગ એજન્સીએ સોમવારે એક નિવેદનમાં માહિતી આપી છે કે, "મકાનોના વેચાણમાં ઉછાળો અને માંગમાં વધારો અંતિમ વપરાશકર્તાને કારણે છે, તેથી કિંમતોમાં વધારો જોવા મળશે. ગયા નાણાકીય વર્ષમાં અખિલ ભારતીય સ્તરે મકાનોની કિંમતમાં છ ટકાનો વધારો થયો હતો.


રહેણાંક મિલકતના ભાવ વધશે


તમને જણાવી દઈએ કે ભારતમાં અત્યાર સુધી મકાનોના વેચાણમાં થયેલા વધારા સાથે કિંમતોમાં એટલી ઝડપથી વધારો થયો નથી. નિવેદન અનુસાર, એજન્સીને નાણાકીય વર્ષ 2022-23માં રહેણાંક મિલકતની કિંમતમાં વધારો થવાની અપેક્ષા છે.


કયા શહેરોમાં ભાવ વધશે?


જો તમે બેંગ્લોર, મુંબઈ, પુણે અને હૈદરાબાદમાં ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અહીં તમે અખિલ ભારતીય સ્તરે લગભગ 8 ટકાનો વધારો જોઈ શકો છો. એજન્સીના જણાવ્યા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં મકાનોના વેચાણમાં વાર્ષિક ધોરણે લગભગ 12 ટકાનો વધારો થશે.


મકાનોના ભાવ કેમ વધશે?


વધતી માંગ વચ્ચે કાચા માલના ભાવ વધવાને કારણે સિમેન્ટના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના જણાવ્યા અનુસાર, ગયા મહિને સિમેન્ટના ભાવમાં માસિક ધોરણે બેથી ત્રણ ટકાનો વધારો નોંધાયો છે. જો કે, વર્ષના અંતમાં લક્ષ્યાંક પૂરો કરવા માટે સિમેન્ટના ઉત્પાદનને પણ વેગ મળ્યો હતો, પરંતુ તેના કારણે પણ સિમેન્ટના ભાવ પર અંકુશ આવી શક્યો નથી.


આ પણ વાંચોઃ


LIC IPO પર મોટું અપડેટ! IPO 4 મેના રોજ ખુલશે, જાણો પ્રાઈસ બેન્ડની જાહેરાત ક્યારે થશે


Elon Musk Buy Twitter: ઈલોન મસ્કે ખરીદી લીધું ટ્વિટર, 3367 અબજ રૂપિયામાં થઈ ડીલ