નવી દિલ્હી: હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ આજે ભારતીય બજારમાં પોતાની પ્રથમ BS6 મોટરસાયકલ SP125 લોન્ચ કરી દીધી છે. કંપની આ બાઈકનું વેચાણ આગામી સપ્તાહથી શો રૂમ પર શરૂ કરાશે.
SP125નું એન્જીન 125cc આપવામાં આવ્યું છે. જેનો ટોર્ક 10.9 એનએમ છે. ફાઈવ સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનવાળી SP125નું ગ્રાઉન્ડ ક્લીયરન્સ 160mm છે. 125cc સેગમેન્ટમાં આ પહેલી બાઈક છે જેમાં ફૂલ ડિજીટલ મીટર છે. જેમાં તમામ પ્રકારના રિમાઇન્ડર આપવામાં આવ્યા છે. આ બાઈકની એક્સ શોરૂમ કિંમત રૂપિયા 72 હજાર 900 રાખવામાં આવી છે.
હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ-માર્કેટિંગ એન્ડ સેલ્સ યાદવેન્દ્રસિંહે ગુલેરિયાએ જણાવ્યું કે આ બાઈકમાં એવી તમામ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે આ શ્રેણીમાં સૌથી આગળ છે.
કંપનીએ પહેલીવાર આ સેગમેન્ટમાં 6 વર્ષની વૉરંટી સ્કીમ પણ આપી છે. આ સ્કીમ અંતર્ગત 3 વર્ષની સ્ટાન્ડર્ડ વૉરંટી છે ડે તમામ ગ્રાહકને મળશે. આ સિવાય ગ્રાહકો 4,5 કે 6 વર્ષ સુધી એક્સટેન્ડેડ વોરંટી નક્કી કરેલા ચાર્જ આપીને લઈ શકાશે.