નવી દિલ્હીઃ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશને પોતાના રોકાણકારોના પૈસા મહિનાભરમાં ત્રણ ગણા કરી દીધા છે. કંપનીએ ફક્ત 320 રૂપિયામાં જાહેર કરેલા શેર બુધવારે ત્રણ ગણાથી વધારે વધીને 981.35 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે.
નોંધનીય છે કે આઇઆરસીટીસીએ 14 ઓક્ટોબરના રોજ શેરબજારમાં 320 રૂપિયાના ઇશ્યૂ પ્રાઇસ પર લિસ્ટેડ કરી હતી અને બુધવારે તેની કિંમતમાં ત્રણ ગણો વધારો થયો છે. જોકે, શેરબજારમાં લિસ્ટેડ થયાના બીજા દિવસે આ શેરની કિંમત ઇશ્યૂ પ્રાઇસથી બે ગણી થઇ ગઇ હતી. ત્યારબાદથી સતત IRCTCના શેરમાં ઉછાળો છે.
વાસ્તવમાં બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો આવ્યા અગાઉ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશનના શેર બુધવારે પોતાના સૌથી ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો છે. IRCTCના શેરનો ભાવ 981.35 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો હતો. IRCTCની ટ્રેન તેજસ એક્સપ્રેસે આ વર્ષે ઓક્ટોબર સુધી 70 લાખ રૂપિયાની કમાણી કરી છે જ્યારે ટિકિટોના વેચાણથી તેને 3.70 કરોડ રૂપિયાની કમાણી થઇ છે. તેજસ ઇન્ડિયન રેલવી પ્રથમ પ્રાઇવેટ ટ્રેન છે. આ ટ્રેનનું સરેરાશ ટિકિટ વેચાણ 80થી85 ટકા છે.