Duplicate Pan Card Process: ભારતમાં રહેવા માટે તમારા માટે થોડા દસ્તાવેજો હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દસ્તાવેજોમાં પાન કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. PAN કાર્ડ વગર તમે બેન્કનું કોઈ કામ કરી શકતા નથી. એટલું જ નહી ઈન્કમ ટેક્સ સંબંધિત કોઈ કામ પણ કરી શકતા નથી. જો તમારી પાસે PAN કાર્ડ નથી, તો તમે કોઈપણ પ્રકારની લોન લઈ શકશો નહીં. એટલા માટે PAN કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે.
પરંતુ ઘણી વખત એવું બને છે કે લોકો પાન કાર્ડ બનાવી લે છે. પરંતુ તે પછી તે ક્યાંક ખોવાઈ જાય છે અથવા તે ચોરાઈ જાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિને ફરીથી સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ જો તમારું PAN કાર્ડ ખોવાઈ ગયું કે ચોરાઈ ગયું કે તૂટી ગયું છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે ડુપ્લિકેટ પાન કાર્ડ બનાવી શકો છો.
અરજી ઓનલાઈન કરવાની રહેશે
જો તમારું PAN કાર્ડ ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો તમે ઑનલાઇન ડુપ્લિકેટ પાન કાર્ડ મેળવી શકો છો. આ માટે સૌથી પહેલા તમારે NSDL સત્તાવાર વેબસાઇટ onlineservices.nsdl.com/paam/ReprintEPan.html પર જવું પડશે. આ પછી તમારી સામે એક પેજ ખુલશે. જેમાં તમારે તમારો પાન કાર્ડ નંબર, તમારો આધાર કાર્ડ નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે. આ પછી તમારે નીચેના બોક્સ પર ટિક કરવાનું રહેશે અને પછી કેપ્ચા વેલિડેટ કર્યા બાદ સબમિટ પર ક્લિક કરવાનું રહેશું.
50 રૂપિયા ફી ભરવાની રહેશે
આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તમારે તમારું એડ્રેસ દાખલ કરવું પડશે. તમે જે સરનામે PAN કાર્ડ ઓર્ડર કરવા માંગો છો. આ પછી તમારે તમારું સરનામું વેરિફાઈ કરવું પડશે. જેના માટે તમારા ઈમેલ આઈડી પર અથવા તમારા રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે, તેને એન્ટર કર્યા પછી તમારું એડ્રેસ વેરિફાઈ થશે. આ પછી તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. ડુપ્લિકેટ પાન કાર્ડ માટે તમારે 50 રૂપિયા ચૂકવવા પડશે.
થોડા દિવસોમાં ઘરે આવી જશે
ઓનલાઈન પેમેન્ટ કર્યા પછી તમે પાન કાર્ડની સાઇટ પર પાછા આવશો. અહીં તમને એક રસીદ મળશે જેને તમારે કાળજીપૂર્વક રાખવાની રહેશે. કારણ કે તેમાં રેફરન્સ નંબર હશે. આની મદદથી તમે તમારા પાન કાર્ડનું સ્ટેટસ ચેક કરી શકશો. થોડા દિવસોમાં તમારું ડુપ્લિકેટ પાન કાર્ડ ભારતીય પોસ્ટ દ્વારા તમારા સરનામા પર પહોંચાડવામાં આવશે.