EPFO New Rules: EPFO એ એમ્પ્લોયર અને કર્મચારીઓ માટે નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. નિયમોમાં તાજેતરના ફેરફારોથી કર્મચારીઓને આંચકો લાગ્યો છે જ્યારે નોકરીદાતાઓને મોટી રાહત મળી છે. તે પછી હવે નોકરીદાતાઓ એટલે કે કંપનીઓને ઘણા કેસોમાં ઓછા દંડનો સામનો કરવો પડશે.


શ્રમ મંત્રાલયે ફેરફારો અંગે નોટિફિકેશન જાહેર કર્યું


એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) દ્વારા નોકરીદાતાઓ માટે જે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે તે કર્મચારીઓને PF, ઇન્શ્યોરન્સ, પેન્શન વગેરેમાં યોગદાનમાં ડિફોલ્ટ કરવા સંબંધિત છે. શ્રમ મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને નિયમોમાં આ ફેરફારોની જાણકારી આપી છે. નોટિફિકેશન મુજબ, હવે જો કંપનીઓ તેમના કર્મચારીઓ માટે પીએફ, પેન્શન અથવા વીમામાં યોગદાન આપવામાં ડિફોલ્ટ કરશે તો તેમના પર ઓછી પેનલ્ટી લાગશે.


શનિવારે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, જો કંપનીઓ EPFOની ત્રણ યોજનાઓ કર્મચારી પેન્શન યોજના (EPS), કર્મચારી ભવિષ્ય નિધિ યોજના (EPF) અને કર્મચારી ડિપોઝિટ લિંક્ડ વીમા યોજના (EDLI)માં કર્મચારીઓ માટે યોગદાન આપવામાં ડિફોલ્ટ થાય છે કો હવે તેમના પર બાકી રકમના 1 ટકા બરાબર માસિક અથવા 12 ટકાના બરાબર વાર્ષિક પેનલ્ટી લાગશે. અત્યાર સુધી આ ત્રણ યોજનાઓમાં ડિફોલ્ટ થવા પર કંપનીઓ પર વાર્ષિક 25 ટકા સુધીનો દંડ લાદવામાં આવતો હતો.


નવા નિયમો 15 જૂનથી અમલમાં આવ્યા છે


શ્રમ મંત્રાલયે કહ્યું કે નિયમોમાં કરાયેલા આ ફેરફારો નોટિફિકેશન જાહેર થયાની તારીખથી અમલમાં આવ્યા છે. આનો અર્થ એ થયો કે કંપનીઓ પર ડિફોલ્ટ થવા પર ઓછા દંડના નિયમો શનિવાર, 15 જૂનથી અમલમાં આવ્યા છે. નિયમોમાં ફેરફારથી ખાસ કરીને એવી કંપનીઓને ફાયદો થશે જેમના ડિફોલ્ટના સમયગાળામાં વધારો થઇ રહ્યો હતો


EPFO એ કોવિડ એડવાન્સ બંધ કર્યું


આ સિવાય EPFOએ કર્મચારીઓ માટે વધુ એક ફેરફાર કર્યો છે. કોરોના મહામારી પછી EPFO ​​એ તમામ કર્મચારીઓ માટે કોવિડ એડવાન્સની સુવિધા પૂરી પાડી હતી. હવે EPFOએ કોવિડ એડવાન્સની સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ એડવાન્સ સુવિધા હેઠળ પીએફ ખાતા ધારકો કોઈ પણ અચાનક નાણાકીય જરૂરિયાતના કિસ્સામાં તેમના પીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકતા હતા.  જો કે, પીએફમાંથી પૈસા ઉપાડવા માટેની અન્ય સુવિધાઓ હજુ પણ પહેલાની જેમ જ કામ કરશે.