શું તમે જાણો છો કે તમે ડિઝિટલી PAN કાર્ડ રાખી શકે છે અને તેને તમારા સ્માર્ટફોનમાં સેવ પણ કરી શકાય છે? આને e-PAN કહેવામાં આવે છે. તે આવકવેરા, UTIITSL અથવા NSDL વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ ઇલેક્ટ્રોનિક વર્ઝન છે. ઈ-પાન ડાઉનલોડ કરવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે. અહીં અમે તમને e-PAN ડાઉનલોડ કરવાની સરળ રીત જણાવી રહ્યા છીએ.           


ઈન્કમટેક્સ ઈ-ફાઈલિંગ વેબસાઈટ દ્વારા ઓનલાઈન પાન કાર્ડ ડાઉનલોડ કરો                  


જો તમે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કર્યો છે, તો ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ વેબસાઈટ પાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે યોગ્ય સ્થળ છે.           


સ્ટેપ-1: સૌ પ્રથમ તમે સત્તાવાર આવકવેરા ઈ-ફાઈલિંગ વેબસાઇટની મુલાકાત લો.


સ્ટેપ 2: પછી ડાબી બાજુએ Instant E-PAN નો વિકલ્પ પસંદ કરો.


સ્ટેપ 3: હવે Check Status/ Download PAN નીચે આપવામાં આવેલા Continue પર ક્લિક કરો


સ્ટેપ-4: હવે તમારે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરવો પડશે. પછી નીચે આપેલ ચેકબોક્સ પર માર્ક કરો અને પછી Continue પર ક્લિક કરો.


સ્ટેપ 5: હવે તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે.                          


સ્ટેપ 6: હવે OTP દાખલ કરો અને Continue પર ક્લિક કરો.


સ્ટેપ 7: આ પછી બીજી સ્ક્રીન દેખાશે જેમાં View E-PAN અને Download E-PAN વિકલ્પ ઉપલબ્ધ હશે. આમાંથી Download E-PAN વિકલ્પ પસંદ કરો.


સ્ટેપ 8: પછી Save the PDF file પર ક્લિક કરો. આ પછી તમારું ઈ-પાન ડાઉનલોડ થઈ જશે.            


જો તમને E-PAN ડાઉનલોડ કરવાનો વિકલ્પ દેખાતો નથી, તો તમારે પાછા જવું પડશે અને Get New E-PAN વિકલ્પ પસંદ કરવો પડશે. પછી આપેલ પ્રક્રિયાને અનુસરો. આ સિવાય જો તમે ડાઉનલોડ કરેલી PDF ફાઇલ પાસવર્ડથી સુરક્ષિત છે, તો તેનો પાસવર્ડ તમારી જન્મતારીખ હશે જે DDMMYYYY ફોર્મેટમાં હશે.