ફેસ્ટીવલ સિઝનની શરૂઆત પહેલા કેટલીક બેન્ક હોમ લોન સસ્તા કરી રહી છે એટલે કે વ્યાજદર ઘટાડી રહી છે.
હોમ લોન:ફેસ્ટીવલ સિઝનમાં લોકો નવું ઘર ખરીદવાનું પસંદ કરે છે. તેના કારણે ફેસ્ટીવલ સિઝનમાં જ બેન્કો હોમ લોન પર કેટલીક આકર્ષક ઓફર આપે છે. હાલમાં જ કેટલીક બેન્કોએ હોમ લોનના દર ઓછા કર્યાં છે. તેમાં વિદેશી બેન્ક HSBC અને યશ બેન્કનું નામ સામેલ છે.
HSBCની સૌથી સસ્તી મોર્ગેજ લોન
HSBCએ તેમના હોમ લોન પ્રોડક્ટની વ્યાજદર ઘટાડી દીધી છે. બ્રિટનની આ બેન્ક ભારતમાં હવે 6.45 ટકાના વાર્ષિક વ્યાજ દર પર મોર્ગેજ લોન આપશે અને કોઇ બીજી બેન્કના લોનને ટ્રાન્સફર કરનાર ગ્રાહકને પણ બેન્ક શાનદાર ઓફર આપી રહી છે. આ સૌથી સસ્તી હોમ લોન હશે.
31 ડિસેમ્બર સુધી પ્રોસેસિંગ ફીમાં છૂટ
HSBC બેન્ક નવી લોન 6.70ટકાના વ્યાજ પર ઉપલબ્ધ કરાવશે, આ વ્યાજ દર બેન્ક 30 કરોડ રૂપિયા સુધી લોન આપશે.. HSBC બેન્કે એક નિવેદનમાં કહ્યું છે કે, ફેસ્ટીવલ ઓફર હેઠળ તેમાં 31 ડિસેમ્બર સુધી લોન પ્રોસેસિંગ ફી પણ માફ કરી દેવાઇ છે.
YES બેન્કે ઘટાડ્યાં વ્યાજદર
YES બેન્કે પણ હોમ લોન પર વ્યાજની દર ઘટાડી દીધા છે. બેન્કથી હોમ લોન હવે 6.70ટકા પર લઇ શકાશે. જ્યારે કામકાજી મહિલાઓ માટે વ્યાજ દર 6.65 ટકા છે. આ પહેલા ગત મહિને કોલકતા મહિન્દ્રા બેન્કે હોમ લોનની દરને ઘટાડીને 6.50 ટકા કરી દીધી હતી. તો એસબીઆઇ, એચડીએફસી પણ હોમ લોનની દર ઘટાડી ચૂકી છે.
આ પણ વાંચો
જૂનાગઢના વિસાવદરમાં ધોધમાર વરસાદ, ત્રણ કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો
આ રાજ્યમાં પાર્ટી પ્લોટમાં પણ યોજાશે ગરબા, સરકારે આપી મંજૂરી, જાણો શું છે ગાઇડ લાઇન