નવી દિલ્હીઃ હ્યુન્ડાઈની પ્રથમ ઈલેક્ટ્રિક એસયુવી કાર KONA આજે ભારતમાં લોન્ચ થઈ હતી. આ કાર એક્સ શો રૂમ કિંમત 25.30 લાખ રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) છે. આ કાર એક વખત ચાર્જ થયા બાદ 452 કિમી સુધી ચાલશે.  પદયાત્રીઓને ચેતવણી આપવા માટે આમા વર્ચ્યુઅલ એન્જિન સાઉન્ડ છે.



હ્યુન્ડાઈ કોનાને એસી સોર્સથી ચાર્જ થવામાં 6 કલાક જેટલો સમય લાગશે. આ કારની સાથે કંપની હોમ ચાર્જર આપશે અને કસ્ટમર્સ માટે ડિલરશિપમાં ચાર્જિંગ સ્ટેશન્સ લગાવવામાં આવશે. આ ઉપરાંત ભારતના ચાર મોટા શહેરોમાં ઈન્ડિયન ઓયલ પેટ્રોલ પંપ પર ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવશે.  કારમાં ઈકો, કમ્ફર્ટ અને સ્પોર્ટ એમ ત્રણ ડ્રાઇવ મોડ આપવામાં આવ્યા છે.



આ કારમાં 100KWની મોટર આપવામાં આવી છે અને કાર ફ્રંટ વ્હીલ ડ્રાઇવ થશે. જે 131 bhp બરાબર પાવર આપશે. આ SUV 9.7 સેંકડમાં 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લેશે તેવો કંપનીએ દાવો કર્યો છે.



ઈન્ટિરિયરમાં ડ્રાઇવિંગ મોડની સાથે 8 ઈંચની ફ્લોટિંગ ટચસ્ક્રીન ઈનફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. માબાઇલ ફોન ચાર્જિંગ માટે વાયરલેસ ચાર્જિંગનો ઓપ્શન પણ છે. આ ઉપરાંત એપલ કાર પ્લે અને એન્ડ્રોઈડ ઓટો જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.



સેફ્ટી માટે એબીએસની સાથે ઈબીડી આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 6 એરબેગ્સ પણ આપવામાં આવી છે. હિલ એસિસ્ટ, ડિસ્ક બ્રેક, વર્ચુઅલ એન્જિન સાઉન્ડ સિસ્ટમ અને ઈલેકટ્રિક સ્ટેબિલિટી કંટ્રોલ જેવા ફીચર્સ સેફ બનાવે છે.



કંપની કારની સાથે ત્રણ વર્ષની અનલિમિટેડ વોરંટી પણ આપશે.