ICICIએ પોતાના ગ્રાહકો માટે નિયમોમાં અનેક ફેરફાર કર્યા છે. બેંક દ્વારા બદલવામાં આવેલ આ નિયમોથી તેના ગ્રાહકોને ઝાટકો આપ્યો છે. ICICI બેંકે 1લી ઓગસ્ટથી રોકડ, એટીએમ ટ્રાન્ઝેક્શન સહિત અનેક બેન્કિંગ સર્વિસીસના ચાર્જીસમાં વધારો કર્યો છે.
જાણો શું છે ICICIના નવા નિયમ?
ICICI ગ્રાહકો પાસે એટીએમ ઇન્ટરચેન્જ ટ્રાન્ઝેક્શન પર પણ ચાર્જ વસૂલવામાં આવશે. દેશના 6 મેટ્રો સ્ટેશન (નવી દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદ્રાબાદ)માં 3 ટ્રાન્ઝેક્શન ફ્રી રહેશે. જ્યારે દેશના અન્ય કોઈપણ ભાગમાં 5 ટ્રાન્ઝેક્શન ફ્રી હશે. જો કોઈપણ ICICI ગ્રાહક તેનાથી વધારે એટીએમ ટ્રાન્ઝેક્શન કરશે તો તેને દરેક ટ્રાન્ઝેકશન માટે 20 રૂપિયા ચૂકવવા પડશે અને બિન નાણાંકીય ટ્રાન્ઝેક્શન પર 8.50 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ તમામ સિલ્વર, ગોલ્ડ, મૈગનમ, ટાઈટેનિયમ અને વેલ્ધ કાર્ડધારકોને લાગુ પડશે. ઉપરાંત ICICI ગ્રાહકોને 4 ફ્રી રોકડ ટ્રાન્ઝેક્શનની છૂટ આપવામાં આવી છે. જો કોઈ પણ ગ્રાહક તેનાથી વધારે ટ્રાન્ઝેક્શન કરશે તો તેને પ્રતિ ટ્રાન્ઝેક્શન 150 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.
1લી ઓગસ્ટથી ICICI બેંક દ્વારા બહાર પાડવામાં આવેલ નિયમો અનુસાર હવે હોમ બ્રાન્જમાં ગ્રાહકો દર મહિને, પ્રતિ એકાઉન્ટ 1 લાખ રૂપિયાની રોકડ મર્યાદા રહેશે. 1 લાખથી વધારે લેવડ દેવડ પર 5 રૂપિયા પ્રતિ 1000 ચાર્જ લાગશે અને ઓછામાં ઓછા 150 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે નોન હોમ બ્રાન્જ ગ્રાહકોને 25 હજાર રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ નહીં આપવો પડશે. પણ તેનાથી વધારેની લેવડ દેવડ પર પ્રતિ 1000 રૂપિયા પર 5 રૂપિયા ચાર્જ આપવો પડશે. તેમાં ઓછામાં ઓછો ચાર્જ 150 રૂપિયા ચૂકવવો પડશે.
હવે ચેક બુકમાં પણ આપવો પડશે ચાર્જ
ICICI ગ્રાહકોએ હવે ચેક બુક માટે પણ ચાર્જ આપવો પડશે. આ બેંકના ગ્રાહકોને એક વર્ષમાં માત્ર 25 લીવ્સવાશી ચેક બુક ફ્રીમાં મળશે ત્યાર બાદ જો ચેક બુકની જરૂરત પડે તો તેના માટે પ્રતિ 10 લિવ્સ પર 20 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.