જો તમે પણ ICICI બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. બેંકે ક્રેડિટ કાર્ડ સાથે સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે, જેમાં ફાઇનાન્સ ચાર્જ અને લેટ પેમેન્ટ ચાર્જ, યુટિલિટી ટ્રાન્ઝેક્શન અને ફ્યુઅલ ટ્રાન્ઝેક્શન જેવા નિયમોનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ કે ક્રેડિટ કાર્ડ સંબંધિત નવા નિયમો શું છે.


ફાઈનાન્સ ચાર્જ


ICICI બેંકના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફાયનાન્સ ચાર્જિસ બદલવામાં આવ્યા છે. ઓવરડ્યુ અને એડવાન્સમાં પૈસા ઉપાડવા પર મહિના અને વર્ષ પ્રમાણે અલગ-અલગ વ્યાજ ચૂકવવું પડશે. બેંકે ઓવરડ્યુ પર માસિક વ્યાજ 3.75 ટકા અને 45 ટકા નક્કી કર્યું છે. એડવાન્સ ઉપાડેલા પૈસા પર સમાન વ્યાજ ચૂકવવું પડશે.


લેટ પેમેન્ટ ચાર્જ


લેટ પેમેન્ટ ચાર્જીસ અંગે પણ ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં 101 થી 500 રૂપિયા બાકી હોય તો 100 રૂપિયા લેટ પેમેન્ટ ચાર્જ તરીકે ચૂકવવા પડશે અને જો 501 થી 1000 રૂપિયા બાકી છે તો 500 રૂપિયા લેટ પેમેન્ટ ચાર્જ તરીકે ચૂકવવા પડશે. 


એજ્યુકેશન ટ્રાન્ઝેક્શન


બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા શાળા અને કોલેજ સંબંધિત ચૂકવણી કરવા પર કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં. જો કે, જો થર્ડ પાર્ટી એપ દ્વારા પેમેન્ટ કરવામાં આવે છે, તો 1 ટકા ટ્રાન્ઝેક્શન ફી ચૂકવવી પડશે.


યૂટિલિટી અને ઈન્શ્યોરન્સ


તમે યુટિલિટી બિલ અને વીમા પર રિવોર્ડ પોઈન્ટ મેળવી શકો છો. પહેલા તમારે આ માટે 80,000 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડતો હતો, પરંતુ હવે તમને માત્ર 40,000 રૂપિયા ખર્ચવા પર રિવોર્ડ પોઈન્ટ્સ મળશે.


ગ્રોસરી


કરિયાણા અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ પરની ખરીદી પર રિવોર્ડ પોઈન્ટ ઉપલબ્ધ થશે. અગાઉ આ પોઈન્ટ 40,000 રૂપિયા ખર્ચવા પર મળતો હતો. પરંતુ હવે તમને દર મહિને 20,000 રૂપિયા ખર્ચ્યા પછી મળશે.


ફ્યૂઅલ સરચાર્જ


હવે ફ્યુઅલ સરચાર્જ માફીની મર્યાદા 50,000 રૂપિયાથી વધારીને 1,00,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી છે, જો તમે આનાથી વધુ ખર્ચ કરશો તો તમને ફ્યુઅલ સરચાર્જ પર માફી મળશે નહીં.  


ICICI બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો પહેલા કરતા મોંઘો થઈ જશે. ભારતની બીજી સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક ICICI એ તેના ક્રેડિટ કાર્ડ ધારકો માટે નિયમોમાં ફેરફાર કર્યો છે. આ ફેરફારો 15 નવેમ્બર 2024થી અમલમાં આવ્યા છે.  


5,000 રુપિયાની SIP કરી કેટલા વર્ષમાં બનશો કરોડપતિ, જાણી લો કેલક્યુલેશન