zomato:   ભારતીય શેરબજારમાં ઘટાડો યથાવત છે. જો કે તેમ છતાં બ્રોકરેજ ફર્મ્સ કેટલાક શેરો વિશે પોઝિટીવ છે. આમાંનો એક શેર Zomato છે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ આ સ્ટોક પર તેનું ઓવરવેઇટ રેટિંગ જાળવી રાખ્યું છે.

Continues below advertisement

એટલે સુધી કે તેની ટાર્ગેટ પ્રાઇઝને 278 રૂપિયાથી વધારીને 355 રૂપિયા કરી દીધી છે. સૌથી મોટી વાત એ છે કે મોર્ગન સ્ટેનલીને આશા છે કે આવનારા ત્રણથી ચાર વર્ષમાં ઝોમેટોના શેરની કિંમત આજથી બમણી થઈ જશે. એટલે કે 270 રૂપિયાનો શેર 500 રૂપિયાને પાર કરી જશે.

મોર્ગન સ્ટેન્લી રિપોર્ટમાં શું છે

Continues below advertisement

વાસ્તવમાં ઝોમેટો પર મોર્ગન સ્ટેનલીના ઓવરવેઇટ રેટિંગ પાછળનું કારણ ભારતના રિટેલ માર્કેટમાં ક્વિક કોમર્સની વધતી હિસ્સેદારી, ફૂડ ડિલિવરી અને ક્વિક કોમર્સમાં મજબૂત એક્ઝીક્યૂશન, ડીપ બેલેન્સ શીટ અને 2030 સુધીમાં મોટા પ્રોફિટ પૂલની શક્યતા છે.

એક વર્ષમાં 128 ટકા વળતર

Zomato એક મલ્ટિબેગર સ્ટોક છે, તેણે એક વર્ષમાં તેના રોકાણકારોને 128 ટકા વળતર આપ્યું છે. 20 નવેમ્બર 2023ના રોજ આ શેરની કિંમત 118.15 રૂપિયા હતી. જ્યારે ગુરુવારે એટલે કે 14 નવેમ્બર 2024 ના રોજ બજાર બંધ થવાના સમયે Zomatoના એક શેરની કિંમત 270 રૂપિયા હતી.

આ દિવસે Zomato માં પણ 4.36 ટકાનો વધારો જોવા મળ્યો હતો. નિષ્ણાતોના મતે, આ ઉછાળા પાછળનું કારણ વૈશ્વિક બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીનો 13 નવેમ્બર, 2024 ના રોજનો રિપોર્ટ અને ઝોમેટોનો F&O માં સમાવેશ હતો.

બ્રોકરેજ ફર્મ મેક્વેરીનો રિપોર્ટ શું કહે છે

એક તરફ મોર્ગન સ્ટેનલીએ ઝોમેટો પર તેનું ઓવરવેઇટ રેટિંગ જાળવી રાખ્યું છે. બીજી તરફ બ્રોકરેજ ફર્મ મેક્વેરીએ ઝોમેટોને  130 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝ સાથે અંડરપર્ફોર્મ રેટિંગ આપ્યું છે. Macquarieના રિપોર્ટ અનુસાર, Zomatoના શેરમાં 50 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે.

Zomato ના ફંડામેન્ટલ્સ કેવા છે

ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ Zomatoના ફંડામેન્ટલ્સ વિશે વાત કરીએ તો તેનું માર્કેટ કેપ 2,38,281 કરોડ રૂપિયા છે. જ્યારે સ્ટોક PE 321 છે. Zomato ના ROCE વિશે વાત કરીએ તો તે 1.14 ટકા છે. જ્યારે તેનો ROE 1.21 ટકા છે. બુક વેલ્યુ 24.1 રૂપિયા અને ફેસ વેલ્યુ 1 રૂપિયા છે.          

Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ