નવી દિલ્હીઃ જો તમારું બેંક એકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) કે એચડીએફસી બેંકમાં હોય તો કામના સમાચાર છે. ચાલુ મહિનો એટલે કે જુનના અંત સુધીમાં આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત છે. આ સમયગાળા દરમિયાન જો તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નહીં હોય તો નિષ્ક્રિય થઈ જશે. જેના કારણે તમારી બેંકિંગ સેવાઓ પર પણ અસર પડી શકે છે. ઈન્કમ ટેક્સ એક્ટ સેક્સન 139એએમાં કલમ 41 અંતર્ગત જો કોઇ વ્યક્તિ પોતાના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક ન કરાવે તો તેનું પાન કાર્ડ નિયમાનુસાર બંધ થઈ જશે.
આ નિયમના કારણે આગામી મહિના કોઈ પરેશાની ન થાય તે માટે બેંક તેના ગ્રાહકોને આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરાવવા કહી રહી છે. એસબીઆઈએ ટ્વિટર પર લખ્યું, અમે અમારા ગ્રાહકોને સલાહ આપીએ છીએ કે 30 જુન સુધીમાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લો. જેથી કરીને આગામી મહિનાથી કોઈ પરેશાનીનો સામનો ન કરવો પડે.
એસબીઆઈએ તેના ગ્રાહકોને ઈન્કમ ટેક્સના ઈ પોર્ટલ પર જઈને પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની સલાહ આપી છે. જ્યારે એચડીએફસી બેંક પણ એસએમએસ દ્વારા ગ્રાહકોને આધાર અને પાન લિંક કરવાની સલાહ આપી રહ્યું છે.
ઓનલાઈન કેવી રીતે પન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરશો?
1. વેબસાઇટના માધ્યમથી કરી શકાય છે લિંક?
- સૌથી પહેલા ઇન્કમ ટેક્સની વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in પર જાઓ.
- આધાર કાર્ડમાં આપવામાં આવેલા નામ, પાન નંબર અને આધાર નંબર એન્ટર કરો.
- આધાર કાર્ડમાં માત્ર જન્મનું વર્ષ મેન્શન થતાં સ્વેરેર ટિક કરો.
- હવે કેપ્ચા કોડ એન્ટર કરો.
- હવે Link Aadhaar બટન પર ક્લિક કરો.
- આપનું પાન આધાર સાથે લિંક થઈ જશે.
2. SMS મોકલીને PANને આધાર સાથે લિંક કરવાની પદ્ધતિ
તેના માટે આપને પોતાના ફોન પર ટાઇપ કરવાનું રહેશે- UIDPAN ત્યારબાદ 12 અંકોવાળો Aadhaar નંબર લખો અને પછી 10 અંકોવાળો પાન નંબર લખો. હવે સ્ટેપ 1માં જણાવેલો મેસેજ 567678 કે 56161 પર મોકલી દો.