જો તમારી પાસે ડીમેટ (Demat) અને ટ્રેડિંગ (Trading) એકાઉન્ટ (Account) છે તો આ તમારા માટે અગત્યના સમાચાર છે. આજે 31 જુલાઈ સુધી તમારું ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટની કેવાઈસી (KYC) કરાવવી પડશે. જો તમે આજે કેવાઈસી નહીં કરાવો તો સોમવારથી તમે શેર બજાટરમાં ટ્રેડિંગ નહીં કરી શકો. તમારું એકાઉન્ટ આજે બંધ થઈ જશે.


તમારા ડીમેટ ખાતામાં તમારી આવકની રેન્જ (Income Range), મોબાઈલ નંબર (Mobile Number), ઈમેલ આઈડી (Email ID) વગેરે અપડેટ કરાવવું પડશે. જો તમે આજે તમારા ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટમાં આ તમામ જાણકારી અપડેટ નહીં કરો તો તમારું એકાઉન્ટ ડિએક્ટિવેટ થઈ જશે. NSDL અનુસાર ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ધરાવતા રોકાણકારોએ નો યોર કસ્ટમર (KYC) પ્રક્રિયા અંતર્ગત આ 6 જાણકારીઓ આપવી જરૂરી છે. તેમાં નામ, સરનામું, પાન કાર્ડની વિગતો, મોબાઈલ નંબર, ઈ-મેલ આઈડી અને વાર્ષિક આવક સામેલ છે.


ડિપોઝિટરીઝ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSD) અને સેન્ટ્રલ ડિપોઝિટરીઝ સર્વિસીસ લિમિટેડ (CDSL)ની તરફથી 7 એપ્રિલ 2021 અને 5 એપ્રિલ 2021ના રોજ રજૂ કરાયેલા સર્કુલરમાં કહ્યું હતું કે એકાઉન્ટ હોલ્ડર્સ માટે 6 KYC માહિતી આપવાની છે. આ માહિતી છે – નામ, સરનામું, PAN, મોબાઇલ નંબર, ઇ-મેલ આઇડી અને ઇનકમ રેન્જ


આ જાણકારી આપવી ફરજિયાત


એક જૂન 2021 બાદ ખોલવામાં આવેલ તમામ ખાતા માટે આ છ જાણકારી આપવી ફરજિયાત છે. એ પહેલાના રોકાણકારો માટે KYC અપડેટ કરાવવા માટે 31 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જો આ જાણકારી અપડેટ કરવામાં નહીં આવો તો તમારું ડીમેટ એકાઉન્ટ (Demat Account) ડિએક્ટિવેટ થઈ જશે. બાદમાં આ તમામ જાણકારીઓ અપડેટ કર્યા બાદ જ ફરીથી એક્ટિવેટ કરવામાં આવશે.


સર્કુલરમાં કહ્યું છે કે સિક્યોરિટીઝ માર્કેટમાં ટ્રાન્ઝેકશન માટે ક્લાયન્ટસની તરફથી PAN જમા કરાવાની અનિવાર્યતા સ્વીકૃત છૂટની સાથે ચાલુ રહેશે, રોકાણકારોને કહ્યું છે કે તેઓ PAN કાર્ડને ઇનકમ ટેક્સની વેબસાઇટ પર જઇ વેરિફાઇ કરી લે. જો PAN કાર્ડ આધાર સાથે લિંક નથી તો PAN કાર્ડને વેલિડ મનાશે નહીં.