જો તમે બેંક ઓફ બરોડા, કેનેરા બેન્ક અથવા સિન્ડિકેટ બેંકના ગ્રાહક છો, તો આ બેન્કોના નિયમો અને  તાજેતરમાં થયેલા ફેરફારોની નોંધ તમારે  લેવી  જોઇએ. બેંક ઓફ બરોડાએ ચેક દ્વારા કરવામાં આવતી ચુકવણીને લગતી તેની પ્રક્રિયામાં કેટલાક ફેરફારો કર્યા છે, જ્યારે કેનેરા બેંક અને સિન્ડિકેટ બેંકે આઈએફએસસી કોડ આવશ્યકતાઓ સંબંધિત કેટલાક ફેરફારો કર્યા છે.


બેંક ઓફ બરોડાના ચેક પેમેન્ટમાં ફેરફાર


1 જૂન  2021થી  બેંક  ઓફ બરોડા ચેક દ્વારા કરવામાં આવતી ચૂકવણી દરમિયાન છેતરપિંડીની ઘટનાઓને અટકાવવા તેના ગ્રાહકોને 'પોઝિટિવ પે કર્ન્ફર્મેશન' ફરજિયાત બનાવશે. 



"ગ્રાહકોને વિનંતી છે કે લાભાર્થીઓને આપેલ ચેકની આગોતરી સૂચના અમને પૂરી પાડે જેથી સીટીએસ ક્લીયરિંગ સમયે બેંક ગ્રાહકોનો સંપર્ક કર્યા વિના વધારે રકમના ચેક પસાર કરી શકે.  બેંક ઓફ બરોડાએ તેની સત્તાવાર વેબસાઇટ પર નિવેદન જાહેર કર્યું છે.  બેંકે ઉમેર્યું હતું કે, જ્યારે પ્રક્રિયા કરવાની રકમ 2 લાખ રૂપિયાથી વધુ હશે ત્યારે ગ્રાહકોએ માત્ર ચેક વિગતોની પુનર્નિર્માણ કરવાની રહેશે.



આ તારીખે બદલાશે કેનેરા બેંક અને સિન્ડિકેટ બેંકના IFSC કોડ્સ


કેનેરા બેંકે તેના ગ્રાહકોને જણાવ્યું હતું કે તેની શાખાઓના IFSC કોડ્સ 1 જુલાઈ 2021 ના રોજ બદલાશે. જ્યારે સિન્ડિકેટ બેંકના ગ્રાહકોને 30 જૂન 2021 સુધીમાં તેમની બેંક શાખાના IFSC કોડને અપડેટ કરવાનું કહેવામાં આવ્યું છે. સંબંધિત ગ્રાહકોની વેબસાઇટની મુલાકાત લેવી પડશે.  આ બેંકોના અપડેટ કરેલા IFSC કોડને જાણવા બેંકની વેબસાઈટની મુલાકાત લેવી પડશે. 


ગયા વર્ષે એપ્રિલમાં, સિન્ડિકેટ બેંક કેનેરા બેંકમાં મર્જ થઈ ગઈ હતી. જ્યારે તે જ વર્ષે અન્ય એક મોટી બેંક મર્જર  બેન્ક ઓફ બરોડા  દેના બેન્ક અને વિજયા બેંકનું થયું હતું, જેણે વધુ સારી કામગીરીની શક્યતા માટે આ બેંકોની કામગીરીને સાથે જોડી હતી.