Bank Holidays in July: જૂન મહિનો લગભગ પૂરો થઈ ગયો છે. આગામી મહિને એટલે કે જુલાઈમાં બેંકો લગભગ અડધા મહિના સુધી બંધ રહેશે. આજના ડીજીટલ યુગમાં યુવાનો બેંકીંગ સાથે જોડાયેલા તમામ કામ ઘરે બેઠા કરે છે, પરંતુ અમુક કામ માટે આપણે હજુ પણ બેંકમાં જવું પડે છે. બીજી તરફ વૃદ્ધો બેંકમાં જઈને તમામ કામ કરે છે. જો આગામી મહિને બેંકમાં તમારું કોઈ કામ બાકી છે તો તમારા માટે એ જાણવું પણ જરૂરી છે કે કયા દિવસે બેંક ખુલશે અને કયા દિવસે બેંકની રજા રહેશે. આગામી મહિને દેશની તમામ બેંકોમાં લગભગ 15 દિવસની રજા રહેશે. કોઈપણ મુશ્કેલીથી બચવા માટે બેંકની રજાઓ વિશે જાણવું તમારા માટે મહત્વપૂર્ણ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના કેલેન્ડર મુજબ જુલાઈ મહિનામાં કુલ 8 દિવસની બેંક રજા રહેશે.
બેંકોમાં લગભગ 15 દિવસની રજા રહેશે
અહીં નોંધનીય બાબત એ છે કે આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં ત્યાંના તહેવારો પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. આરબીઆઈ દ્વારા બેંક રજાની યાદીને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. રાષ્ટ્રીય રજાઓ ઉપરાંત, વિવિધ રાજ્યોમાં વિશેષ રજાઓ પણ છે. તેમાં મહિનામાં આવતા તમામ રવિવાર અને મહિનાના બીજા, ચોથા શનિવારનો સમાવેશ થાય છે. તે મુજબ જુલાઇ મહિનામાં દેશના વિવિધ ભાગોમાં લગભગ 14 દિવસની બેંક રજાઓ રહેશે. ગ્રાહકોની સુવિધા માટે, આરબીઆઈ દ્વારા બેંક રજાઓની સૂચિ જારી કરવામાં આવે છે, જેથી તેઓ તેમના બેંકનું કામ સમયસર પૂર્ણ કરી શકે. તો ચાલો જાણીએ જુલાઈમાં કયા દિવસે બેંક રજા રહેશે...
1 જુલાઈ (2022) - કંગ (રથજાત્રા) / રથયાત્રા (ભુવનેશ્વર, ઇમ્ફાલ)
7 જુલાઈ (2022) - ખરચી પૂજા (અગરતલા)
9 જુલાઈ (2022) - ઈદ-ઉલ-અધા (બકરીદ) (કાનપુર, તિરુવનંતપુરમ)
11 જુલાઈ (2022) - ઈદ-ઉલ-અઝહા (જમ્મુ, શ્રીનગર)
13 જુલાઈ (2022) - ભાનુ જયંતિ (ગંગટોક)
14 જુલાઈ (2022) - બેહ દિનખલામ (શિલોંગ)
16 જુલાઈ (2022) - હરેલા (દહેરાદૂન)
26 જુલાઈ (2022) - કેર પૂજા (અગરતલા)
આ દિવસોમાં સાપ્તાહિક રજા રહેશે
3 જુલાઈ (2022)- રવિવાર
9 જુલાઈ (2022) - બીજો શનિવાર
10 જુલાઈ (2022)- રવિવાર
17 જુલાઈ (2022)- રવિવાર
23 જુલાઈ (2022) - ચોથો શનિવાર
24 જુલાઈ (2022) - રવિવાર
31 જુલાઈ (2022)- રવિવાર