LPG e-KYC deadline: સામાન્ય નાગરિકો અને કરદાતાઓ માટે આગામી 30 જૂન, 2026 ની તારીખ ખૂબ જ મહત્વની સાબિત થવાની છે. સરકારી સેવાઓ અને નાણાકીય કામગીરીને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે સરકારે ઘણી નવી માર્ગદર્શિકાઓ અમલી બનાવી છે. જો તમે 30 જૂન, 2026 સુધીમાં તમારા બાકી રહેલા મહત્વના કામો, ખાસ કરીને LPG e-KYC અને ટેક્સ સંબંધિત જરૂરી દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ નહીં કરો, તો તમારે સરકારી સબસિડી ગુમાવવી પડી શકે છે અથવા આર્થિક દંડનો સામનો કરવો પડી શકે છે. સમયસર કામ પૂર્ણ કરીને છેલ્લી ઘડીની મુશ્કેલીઓથી બચવું દરેક નાગરિક માટે હિતાવહ છે.
LPG e-KYC: સબસિડી ચાલુ રાખવા માટે છેલ્લી તક
LPG સિલિન્ડરનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે e-KYC પૂર્ણ કરવું એ સૌથી મહત્વનું કાર્ય છે. સરકારના નવા નિયમ મુજબ, સમયમર્યાદા સુધીમાં ચકાસણી પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેનાર ગ્રાહકોની ગેસ સબસિડી કાયમ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવશે. આ નિયમ ખાસ કરીને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) ના લાભાર્થીઓ માટે લાગુ પડે છે, પરંતુ જે ગ્રાહકો ઉજ્જવલા યોજનામાં નથી અને સબસિડી મેળવે છે, તેમણે પણ સમયસર પોતાની માહિતી અપડેટ કરવી ફરજિયાત છે. ગ્રાહકો કોઈપણ વિલંબ વગર તેમની નજીકની ગેસ એજન્સી પર રૂબરૂ જઈને અથવા સત્તાવાર મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી સરળતાથી e-KYC પૂર્ણ કરી શકે છે.
ITR માટે પણ મહત્વપૂર્ણ અપડેટ્સ
આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની સત્તાવાર અંતિમ તારીખ 31 જુલાઈ, 2026 છે, પરંતુ કરદાતાઓ માટે 30 જૂન એ ખૂબ જ મહત્વનો પડાવ છે. જો રિટર્ન ફાઇલિંગ પ્રક્રિયામાં કોઈ વિસંગતતા જણાશે, તો આવકવેરા વિભાગ આ તારીખ સુધીમાં કરદાતાઓને ચકાસણી માટે નોટિસ જારી કરી શકે છે.
આવકવેરા વિભાગની સૂચના મુજબ, કરદાતાઓએ પોતાના ફોર્મ 26AS, AIS (Annual Information Statement) અને બેંક રેકોર્ડ્સમાં રહેલી માહિતીની ચોકસાઈ ખાસ તપાસી લેવી જોઈએ. જો આ દસ્તાવેજોમાં કોઈ વિસંગતતા જોવા મળે તો વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી શકે છે. કરદાતાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાના તમામ દસ્તાવેજો અપડેટ રાખે, જેથી પાછળથી કોઈ ગંભીર નાણાકીય સમસ્યા કે કાનૂની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
આ પણ વાંચોઃ LPG ગેસ સપ્લાય બંધ થઈ જશે? e-KYCના નવા નિયમો અંગે સરકારે કરી મોટી સ્પષ્ટતા
