નવી દિલ્હીઃ વિશ્વમાં કોરોનાનો કેસ ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે અનેક મોટી કંપનીઓએ લોકડાઉન દરમિયાન પોતાના કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમની સુવિધા આપી હતી. જ્યારે હવે ગૂગલે પોતાના કર્મચારીઓને રાહત આપતા ત્રણ દિવસના વીકએન્ડની જાહેરાત કરી છે.

જોકે ઘરેથી કામ કરવામાં લગભગ છ મહિનાથી પણ વધારે સમય થઈ ગયો છે. તેની સાથે જ દરેક જગ્યાએ કર્મચારીઓ દબાણ અનુભવી રહ્યા છે અને પોતાના વ્યક્તિગત અને પ્રોફેશનલ જીવનની વચ્ચે સંતુલન જાળવી રાખવામાં અસમર્થ છે.

શરૂમાં વર્ક ફ્રોમ હોમની સુવિધા એક આશીર્વાદની જેમ લાગી રહ્યું હતું, ચોક્કસપણે આમ થવાને કારણે અનેક કર્મચારીઓએ પોતાની દિનચર્યાને એક ભયાનક સ્થિતિમાં ફેરવી નાખી છે. જ્યારે લોકોની પોતાના ઘરેથી સુખ-સુવિધાથી કામ કરવાની ધારણા પૂરી રીતે એક દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગઈ છે.

જોકે, આ બધા વચ્ચે ટેક્નોલોજી કંપની Googleએ પોતાના કર્મચારીઓને બર્નઆઉટથી બચાવવા પોતાના કર્મચારીઓ માટે વધારાના દિવસની રજા આપવાનો નિર્ણય કર્યો છે.

કર્મચારીઓને આંતરિક કોમ્યુનિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે તમને આ વીક ઓફના દિવસને મનાવવા માટે દૃઢતાથી પ્રોત્સાહિત કરીએ છીએ અને મેનેજરોએ સક્રિય રીતે આમ કરવા માટે પોતાની ટીમને કામ પ્રતિબદ્ધતાઓને પુનરાવર્તન કરવા માટે સમર્થન કરવું જોઈએ.” ગૂગલની આ પહેલ બાદથી અનેક કર્મચારીઓએ પોતાની કંપનીઓ પાસે આવી જ માગ કરી છે.