આવકવેરા વિભાગે તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરદાતાઓને ચેતવણી આપી છે, જેમાં તેમને કૌભાંડોથી સુરક્ષિત રહેવાની ચેતવણી આપવામાં આવી છે. આ પોસ્ટ મુજબ છેતરપિંડી કરનારાઓ કોલ અને મેસેજ દ્વારા લોકોનો સંપર્ક કરી રહ્યા છે. તો જો તમે પણ તમારા આવકવેરા રિફંડની રાહ જોઈ રહ્યા છો તો આ બે કૌભાંડોથી સાવધ રહો.
શંકાસ્પદ પોપ અપ - આઇટી રિફંડ
"તમારુ 15,000 રૂપિયાનું આવકવેરા રિફંડ મંજૂર કરવામાં આવ્યું છે, આ રકમ ટૂંક સમયમાં તમારા ખાતામાં જમા થઈ જશે. કૃપા કરીને તમારા ખાતા નંબર 5XXXXXX6777ને વેરિફાય કરો. જો તે સાચું નથી તો કૃપા કરીને નીચે આપેલ લિંક પર જઈને તમારા બેન્ક ખાતાની વિગતો અપડેટ કરો. https://bit.ly/20wpUUX"
જોકે આવકવેરા વિભાગ ક્યારેય પોપ-અપ વિન્ડો મારફતે તમારો સંપર્ક કરશે નહીં.
વેબસાઇટની અધિકૃતતા તપાસો
તમારી કર માહિતી ફક્ત સત્તાવાર આવકવેરા પોર્ટલ પર જ ફાઇલ કરો. વેબસાઇટ અધિકૃત છે કે નહીં તે તપાસો, જેમ કે https:// સુરક્ષિત કનેક્શન. આવકવેરા વિભાગે કોઈપણ કર સંબંધિત ડેટા દાખલ કરતા પહેલા વેબસાઇટની અધિકૃતતા ચકાસવાના મહત્વ પર ભાર મૂક્યો છે.
નકલી રિફંડ મેસેજથી સાવધાન રહો
આવકવેરા વિભાગની સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર, એક વ્યક્તિએ નકલી આવકવેરા રિફંડ મેસેજ પર ક્લિક કર્યા પછી 1.5 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. તેને એક છેતરપિંડીવાળી એપ તરફ નિર્દેશિત કરવામાં આવ્યો જેના કારણે તેની વિગતો લીક થઇ ગઇ હતી. આવકવેરા વિભાગે સ્પષ્ટ કર્યું છે કે તે તાત્કાલિક ચુકવણીની માંગણી કરવા માટે કરદાતાઓનો ફોન પર સંપર્ક કરતું નથી. આવા કોઈપણ કોલને શંકાની નજરે જોવો જોઈએ અને અધિકારીઓને જાણ કરવી જોઈએ.
નકલી મેસેજ અને ઇમેલ્સની જાણ કેવી રીતે કરવી
વિભાગે કોઈપણ સહાય માટે અથવા સંભવિત કૌભાંડોની જાણ કરવા માટે હેલ્પલાઇન નંબરો (1800 103 0025 और 1800 419 0025) જાહેર કર્યા છે.
જો તમને કોઈ ઈમેલ મળે અથવા કોઈ એવી વેબસાઇટ મળે જે તમને લાગે કે તે આવકવેરા વિભાગની છે, તો તે ઈમેલ અથવા વેબસાઇટ URL ને mailto:webmanager@incometax.gov.in પર ફોરવર્ડ કરો. તમે તેની એક કૉપી mailto:event@cert-in.org.in પર પણ મોકલી શકો છો.
EPFO થી લઇને ITR સુધી... ફટાફટ કરી લો આ ત્રણ કામ, જલદી સમાપ્ત થશે ડેડલાઇન