ITR Form: ઈન્કમ ટેક્સ વિભાગે અપડેટેડ ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવા માટે નવું ફોર્મ નોટિફાઇ કર્યુ છે. આમાં કરદાતાઓએ તેને ફાઇલ કરવા માટેનું ચોક્કસ કારણ અને ટેક્સ માટે કેટલી રકમ ભરશે તે જણાવવું પડશે. નવું ફોર્મ (RTR-U) કરદાતાઓને નાણાકીય વર્ષ 2019-20 અને 2020-21 માટે અપડેટેડ આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે ઉપલબ્ધ રહેશે.
આ માહિતી આપવી પડશે
ITR-U ફાઇલ કરનારા કરદાતાઓએ આવક અપડેટ કરવાના કારણો આપવા પડશે. તેઓએ કારણ જણાવવું પડશે કે શા માટે રિટર્ન અગાઉ ફાઈલ કરવામાં આવ્યું ન હતું અથવા શા માટે યોગ્ય આવકની માહિતી આપવામાં આવી ન હતી. આ ફોર્મ સંબંધિત મૂલ્યાંકન વર્ષના અંતથી બે વર્ષની અંદર ફાઇલ કરી શકાય છે.
ટેક્સની ચૂકવણી પહેલા જ કરવી પડશે
કેન્દ્રીય બજેટ 2022-23માં, કરદાતાઓને ITR ફાઇલ કર્યાના બે વર્ષમાં 'અપડેટ' કરવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે સૌથી પહેલા ટેક્સની ચુકવણી કરવી પડશે. આ પગલાનો હેતુ ITRમાં થયેલી ભૂલ અથવા કોઈપણ માહિતી ખૂટતી હોય છે તેને સુધારવાની તક આપવાનો છે. કરદાતાને દરેક આકારણી વર્ષમાં માત્ર એક જ વાર અપડેટેડ સ્ટેટમેન્ટ ફાઇલ કરવાની મંજૂરી આપવામાં આવશે.
જાણો શું કહે છે નિષ્ણાત
નાંગિયા એન્ડ કંપની એલએલપીના ભાગીદાર શૈલેષ કુમારે જણાવ્યું કે કરદાતા માટે સંબંધિત માહિતી સરળતાથી ભરવાની સુવિધા માટે આ ફોર્મમાં વસ્તુઓ 'સચોટ' રાખવામાં આવી છે. આ ઉપરાંત એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે ટેક્સ માટે જે આવક રજૂ કરવામાં આવી રહી છે તેની જ વિગતો આપવાની જરૂર છે. આમાં, રેગ્યુલર ITR ફોર્મની જેમ અલગ-અલગ હેડમાં આવકની વિગતો આપવાની જરૂર છે. અપડેટેડ ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું કારણ પણ ફોર્મમાં જ આપવાનું રહેશે.
આ પણ વાંચોઃ