Income Tax Notice: જો તમે Income Tax Return(IT return file) ફાઇલ કર્યા બાદ, તમને ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી ઇન્ટિમેશન નોટિસ (Intimation Notice) મળે છે તો ગભરાશો નહીં, આ નોટિસ કેમ મોકલાઇ છે તેનું કારણ અને તેના ઉકેલ વિશે જાણો આ અહેવાલમાં.


સામાન્ય રીતે જ્યારે પણ કોઇ વ્યક્તિને ઇન્કમટેક્સની નોટિસ મળે છે ત્યારે તે ગભરાઇ જાય છે. પરંતુ તે વ્યક્તિએ ગભરાવાને બદલ ઇન્કમ ટેક્સની નોટિસને શાંતિ પૂર્વક વાંચીને તેનું નિરિક્ષણ કરવું જોઇએ. સામાન્ય રીત કોઇ વ્યક્તિ આવકવેરા રિટર્ન ( Income Tax Return) ફાઇલ કરે ત્યારબાદ આવકવેરા વિભાગ એક ઇન્ટિમેશન નોટિસ (Intimation Notice) મોકલે છે. જો તમે અત્યંત વધારે કે બહુ ઓછુ આઇટી રિટર્ન ફાઇલ કરો છો, તો આ બંને સંજોગોમાં ઇન્ટમ ટેક્સ ડિપાર્ટમેન્ટ કરદાતાને ઇન્ટિમેશન નોટિસ મોકલે છે.


શા માટે મોકલાય છે આ નોટિસ?


ઇન્ટિમેશન નોટિસ (Intimation Notice) ટેક્સની ચૂકવણીના બાબતે કરદાતાને ટેક્સની બાકી રકમ ચૂકવવા અને સમસ્યાઓનું સમાધાન લાવવા માટે મોકલવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ ટેક્સ કરતાં વધુ આવકવેરાની ચૂકવણી કરે છે, તો તેવા કિસ્સામાં આવકવેરા વિભાગ વધારાની રકમ સંબંધિત કરદાતા વ્યક્તિના ખાતામાં રિફંડ કરે છે.


આ નોટિસ બાદ શા પગલાઓ લેવા?


જો કરદાતાને આવકવેરા વિભાગ તરફથી ઇન્ટિમેનશ નોટિસ મોકલવામાં આવી હોય અને ઓછો ટેક્સ ભર્યો હોય, તો ચૂકવવા પાત્ર ટેક્સની બાકી રકમ ચૂકવી દો. જેથી તમારો માસિક પગાર પુરેપૂરો આવશે અને TDSમાં કોઈ કપાત ન થાય. ઉદાહરણ તરીકે, જો તમારી આવક અનુસાર તમારે એક લાખ રૂપિયાનો આવકવેરો ભરવાનો હતો, પરંતુ તમે 90 હજાર રૂપિયા જ ટેક્સ ચૂકવ્યો છે, તો તમે ટેક્સની બાકી રકમ ઝડપથી જમા કરાવી દો. બીજી તરફ, જો તમે ચૂકવવા પાત્ર આવકવેરા કરતા વધારે ટેક્સ ચૂકવ્યો છે, તો આવકવેરા વિભાગ તે વધારાની રકમ તમારા લિંક થયેલા બેન્ક એકાઉન્ટમાં રિફંડ કરવામાં આવશે.


આખરે ઇન્ટિમેશન નોટિસ શું છે?


કરદાતાએ તેમનું વાર્ષિક ઇન્કમ ટેક્સ રિટર્ન જે-તે વર્ષના 31મી જુલાઈના રોજ સુધી અથવા તેની પહેલાં ફાઇલ કરવાનું હોય છે. રિટર્ન ફાઈલ કર્યા બાદ આવકવેરા વિભાગ આઇટી રિટર્નનું નિરિક્ષણ કરે છે. આ પ્રક્રિયા દરમિયાન આવકવેરા વિભાગ કરદાતાએ ફાઇલ કરેલા આઇટી રિટર્નમમાં કોઇ ભૂલ કે ગેરરીતિ અથવા વિસંગતતાઓ છે કે નહીં તેની ચકાસણી કરે છે. જો આઇટી રિટર્નમાં કોઇ ભૂલ જણાય તો આવકવેરા વિભાગ કરદાતાને એક નોટિસ મોકલે છે, જેને કલમ 143(1) હેઠળ ઈન્ટિમેશન નોટિસ તરીકે પણ ઓળખવામાં આવે છે.


આ ઇન્ટિમેશન નોટિસ કરદાતાના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર મોકલવામાં આવે છે. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક SMS પણ મોકલવામાં આવે છે જેમાં જણાવવામાં આવ્યુ હોય છે કે, રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર ઈન્ટિમેશન નોટિસ મોકલવામાં આવી છે.


જો નોટિસનું પાલન ન કરો તો શું થશે?


જો કરદાતા આવકવેરા વિભાગ તરફથી ઇન્ટિમેશન નોટિસ મળ્યા બાદ તેનો જવાબ ન આપો તો તેને મોટું નુકસાન થઈ શકે છે. જેમાં પગારમાંથી TDS કપાઈ શકે છે અથવા ઓછો પગાર મળવાની સંભાવના રહે છે.