Income Tax Raids: હીરો મોટોકોર્પના ચેરમેન પવન મુંજાલ આઈટીની રડારમાં, ઓફિસ-ઘરે સર્ચ ઓપરેશન
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા આજે હીરો મોટોકોર્પના ચેરમેન તથા એમડી પવન મુંજાલ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી
Continues below advertisement

પંવન મુંજાલ
Income Tax Raids: ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા આજે હીરો મોટોકોર્પના ચેરમેન તથા એમડી પવન મુંજાલ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમના રહેઠાણ તથા ગુડગાંવ સ્થિત ઓફિસમાં સવારથી જ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
Continues below advertisement
ઈન્કમ ટેક્સને શું છે શંકા
મુંજાલ સામે ખાતામાં ખોટો ખર્ચ બતાવ્યાની શંકા છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ સવારથી જ દરોડા પાડીને કામગીરી કરી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આઈટી ટીમને જે શંકાસ્પદ ખર્ચ મળ્યા છે તેમાં કેટલીક ઈનહાઉસ કંપનીઓ પણ છે. આ દરોડાની કાર્યવાહી ચાલુ રહી શકે છે. પવન મુંજાલના ઘર અને ઓફિસ પર આઈટીના મોટા અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
શેરમાં બોલ્યો કડાકો
હીરો મોટોકોર્પ પર આઈટીની કાર્યવાહીના સમાચારના પગલે શેરમાં કડકો બોલ્યો છે. શેર બે ટકાથી વધુ તૂટ્યો છે.
Continues below advertisement