Mutual Fund: રિટેલ રોકાણકારોની સંખ્યા ઝડપથી વધી રહી છે. AMFIના માર્ચના ડેટા અનુસાર, SIP દ્વારા રોકાણ અને ઇક્વિટી ફંડ્સમાં રોકાણમાં રેકોર્ડ વધારો નોંધાયો છે. બજારમાં ઉતાર-ચઢાવ હોવા છતાં, મ્યુચ્યુઅલ ફંડ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા માસિક રોકાણ માર્ચમાં પ્રથમ વખત રૂ. 14,000 કરોડને પાર કરી ગયું છે. આ સિવાય ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ઈનફ્લો 31 ટકા વધુ રહ્યો છે.


ગયા મહિને એસઆઈપીનો પ્રવાહ રૂ. 13,686 કરોડ હતો અને આ મહિને તે વધીને રૂ. 14,276 કરોડ થયો છે. આ સમયગાળા દરમિયાન નેટ ડેટ ફંડ આઉટફ્લો રૂ. 13,815 કરોડથી વધીને રૂ. 56,884 કરોડ થયો હતો. ઇક્વિટી ફંડ્સમાં મોટી સંખ્યામાં નાણાપ્રવાહ માટે લાર્જ કેપ, ડિવિડન્ડ યીલ્ડ ફંડ્સ અને ELSS ફંડ્સને જવાબદાર ગણી શકાય.


કયા ફંડમાં સૌથી વધુ ઈનફ્લો છે


ગયા મહિને લાર્જ કેપ્સમાં ઈનફ્લો રૂ. 353 કરોડ હતો અને આ મહિને રૂ. 911 કરોડ છે. ડિવિડન્ડ યીલ્ડ ફંડ ફેબ્રુઆરીમાં રૂ. 47.9 કરોડ હતું, જ્યારે આ મહિને રૂ. 3715 કરોડ છે. એ જ રીતે, ELSS ફંડ્સમાં રૂ. 981 કરોડના પ્રવાહની સામે રૂ. 2,685 કરોડનો પ્રવાહ જોવા મળ્યો હતો. આ ઉપરાંત ઈન્ડેક્સ મ્યુચ્યુઅલ ફંડ્સે પણ તેમના ચોખ્ખા પ્રવાહમાં ફેબ્રુઆરીમાં રૂ. 6,244 કરોડથી માર્ચમાં રૂ. 27,228 કરોડનો જંગી ઉછાળો જોયો છે, જે 336 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.


SIP એકાઉન્ટની સંખ્યા બમણી કરી


માર્ચ 2020માં માત્ર 3 કરોડ SIP ખાતા હતા, પરંતુ હવે આ ખાતાઓ બમણાથી વધુ થઈ ગયા છે. અત્યારે કુલ રજિસ્ટર્ડ એકાઉન્ટ 6.4 છે, જેમાં માર્ચ 2023માં કુલ 22 લાખ એકાઉન્ટ ઉમેરવામાં આવ્યા છે. માર્ચ મહિનામાં ઓપન-એન્ડેડ સ્કીમ્સની 24 નવી ફંડ ઑફર્સ અને 21 ક્લોઝ-એન્ડેડ સ્કીમ્સ પણ શરૂ કરવામાં આવી છે.


2 લાખ કરોડનો ચોખ્ખો પ્રવાહ


ડેટા દર્શાવે છે કે FY2023 માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રૂ. 2 લાખ કરોડનો ચોખ્ખો પ્રવાહ જોવા મળ્યો છે. કોર્પોરેટ બોન્ડ સ્કીમ્સમાં 15,600 કરોડ, બેન્કિંગ અને PSUમાં રૂ. 6,500 કરોડ અને ડાયનેમિક બોન્ડ ફંડ્સમાં રૂ. 5,661 કરોડ.


ડેટ ફંડ યોજનાઓ


ડેટ ફંડ સ્કીમ્સમાં, લિક્વિડ ફંડ્સમાં સૌથી વધુ રૂ. 56,924 કરોડનો આઉટફ્લો થયો છે. આ પછી મની માર્કેટ ફંડ 11,421 કરોડ રૂપિયા થઈ ગયું છે.


આ પણ વાંચોઃ


લૂંટ સકો તો લૂંટ લો! ફ્રીમાં મળી રહ્યો છે સોનાનો સિક્કો, મેકિંગ ચાર્જ પર પણ બમ્પર ડિસ્કાઉન્ટ