Bharat Gaurav Tourist Train: દેશની આઝાદીના 76 વર્ષ પૂર્ણ થવાના અવસર પર રેલ્વે 'ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન' ચલાવવા જઈ રહી છે. આ સ્પેશિયલ ટ્રેન ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે જોડાયેલા અનેક સ્થળો પરથી પસાર થશે. રેલવેએ એક નિવેદનમાં હતું કે 'સ્વતંત્રતાની અમૃત યાત્રા' 22 ઓગસ્ટના રોજ હઝરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશનથી શરૂ થશે અને તે ગુજરાતના અમદાવાદ, કેવડિયા અને સુરત, મહારાષ્ટ્રના શિરડી અને નાસિક અને ઉત્તર પ્રદેશના ઝાંસીને આવરી લેશે.


અમદાવાદ હશે પહેલું સ્ટોપ


આઠ રાત અને નવ દિવસની આ ટ્રેન યાત્રામાં પહેલું સ્ટોપ અમદાવાદમાં હશે, મહાત્મા ગાંધીના સમયમાં આ સ્થળ સ્વતંત્રતા ચળવળનું મુખ્ય કેન્દ્ર હતું. આ ટ્રેનના મુસાફરો સાબરમતી આશ્રમ, દાંડી કુટીર અને અક્ષરધામ મંદિરની પણ મુલાકાત લેશે. નાઇટ હોલ્ટ પછી ટ્રેન એકતા નગર રેલ્વે સ્ટેશન માટે રવાના થશે જે કેવડિયા સાથે જોડાયેલ છે. અહીં નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી છે.


સુરત પછી ટ્રેન પુણે પહોંચશે


રેલવેએ એક નિવેદનમાં કે પ્રવાસીઓ રાતોરાત મુસાફરી કરીને ગુજરાતના બીજા સૌથી મોટા શહેર સુરત પહોંચશે. અહીં લોકો બારડોલીમાં સરદાર પટેલ મ્યુઝિયમ અને દાંડી બીચ પર નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મ્યુઝિયમની મુલાકાત લેશે. આ પછી, ટ્રેન લોકમાન્ય તિલકના શહેર પુણે પહોંચશે, જ્યાં મુસાફરો આગા ખાન પેલેસની મુલાકાત લઈ શકશે. ભારત છોડો આંદોલનમાં કસ્તુરબા ગાંધી સાથે મહાત્મા ગાંધીને અહીં બંધક રાખવામાં આવ્યા હતા.


ટ્રેન સાતમા દિવસે શિરડી પહોંચશે


પ્રવાસીઓ યરવડા જેલની મુલાકાત લેશે, જ્યાં જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલને રાખવામાં આવ્યા હતા. આ સિવાય તે કેસરી વાડા જશે, જ્યાંથી તિલક મરાઠી અને અંગ્રેજીમાં 'ધ કેસરી' અખબાર બહાર લાવ્યા હતા. પુણેમાં એક રાત આરામ કર્યા પછી, શ્રદ્ધાળુઓ ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન કરવા જશે. ટ્રેન સાતમા દિવસે શિરડી પહોંચશે. અહીં યાત્રાળુઓ શનિ શિંગણાપુર મંદિરના દર્શન કરશે અને રાત્રિ આરામ કરશે. આ પછી, નાસિક પહોંચ્યા પછી, પ્રવાસીઓ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગની મુલાકાત લેશે.


આ પછી ટ્રેન ઝાંસી આવશે જ્યાં લોકો ઝાંસીનો કિલ્લો જોઈ શકશે. આ ટ્રેન કુલ 3,600 કિલોમીટરનું અંતર કાપશે. આ ડીલક્સ એર-કન્ડિશન્ડ ટ્રેનમાં બે રેસ્ટોરન્ટ, એક રસોડું, દરેક ડબ્બામાં બાથરૂમ અને એક નાનું પુસ્તકાલય વગેરે હશે. આ ટ્રેનમાં પેકેજની કિંમત એસી 3 ટાયર માટે વ્યક્તિદીઠ રૂ. 31,731, એસી 2 ટાયર માટે વ્યક્તિદીઠ રૂ. 57,015, એસી 1 (કેબિન) માટે રૂ. 60,881 પ્રતિ વ્યક્તિ અને એસી 1 (કૂપ) માટે રૂ. 68,145 પ્રતિ વ્યક્તિ છે.


આ પણ વાંચોઃ


Independence Day 2023: સ્વતંત્રતા દિવસ પર જુઓ દેશભક્તિથી ભરપૂર આ ફિલ્મો, ભારતની આઝાદીની લડાઇની જોવા મળે છે ઝલક