નવી દિલ્હીઃ B2B ઇ-કોમર્સ કંપની IndiaMARTના કર્મચારીઓએ હવે સેલેરી માટે મહિનાની અંતિમ તારીખ સુધી રાહ જોવી નહી પડે. કંપનીએ પોતાના કર્મચારીઓને દર સપ્તાહમાં સેલેરી આપવા માટે નવી પે પોલિસીની જાહેરાત કરી છે. કંપનીએ પોતાના ફેસબુક પેજ પર આ વાતની જાણકારી આપી છે. કંપનીના કહેવા પ્રમાણે, તેના કર્મચારીઓને નાણાકીય મુશ્કેલીઓને ઓછી થવામાં મદદ મળશે અને સારુ કામ કરવાની પ્રેરણા મળશે.


 IndiaMARTએ એક ફેસબુક પોસ્ટમાં લખ્યું કે- ફ્લેક્સિબલ વર્ક કલ્ચર તૈયાર કરવા અને અમારા કર્મચારીઓની ફાયનાન્સિયલ વેલનેસને સુનિશ્વિત કરવા માટે IndiaMart વીકલી સેલેરી આપવાની પોલિસી અપનાવનારી દેશની પ્રથમ કંપની બની ગઇ છે.



કંપનીનું કહેવું છે કે વીકલી સેલેરી મળવાથી કર્મચારીઓને પોતાની નાણાકીય જરૂરિયાતોને પુરી કરવામાં મદદ મળશે. કંપનીએ આ પોસ્ટની સાથે એક તસવીર પણ પોસ્ટ કરી છે. આ ફોટોમાં કહેવામાં આવ્યું છે કે તમારી નાણાકીય સુવિધાને સુનિશ્વિત કરવા માટે લેવામાં આવેલો એક નિર્ણય.


વિકલી સેલેરી  એ કર્મચારીઓની સુખાકારીને પ્રોત્સાહન આપવાનું પગલું હોવાનું કહેવાય છે. કલાકના ધોરણે કામ કરતા લોકો માટે તે શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. તે ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ અને યુએસમાં પહેલાથી જ સામાન્ય છે. ભારતમાં અત્યાર સુધીની સામાન્ય સિસ્ટમ મુજબ કર્મચારીઓને મહિનાના અંતે પગાર મળે છે.


તે ભારતમાં સૌથી મોટા B2B માર્કેટ પ્લેસમાંનું એક છે. તે ખરીદદારોને વેચાણકર્તાઓ સાથે જોડતા પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. આ કંપનીનો પાયો 1999માં નાખવામાં આવ્યો હતો અને આ કંપનીનું મિશન બિઝનેસ કરવાનું સરળ બનાવવાનું છે. કંપનીની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, હાલમાં આ પ્લેટફોર્મ પર 143 મિલિયન ખરીદદારો સક્રિય છે જ્યારે 7 મિલિયન સપ્લાયર્સ સક્રિય છે.


 


Zodiac Signs:આ ત્રણ રાશિના યુવક હોય છે ખૂબ જ વફાદાર, પરફેક્ટ લાઇફ પાર્ટનર થાય છે સાબિત


Lata Mangeshkar last Post: લતા મંગેશકરે સોશિયલ મીડિયા પર એક્ટિવ હતી, તેમની આખરી પોસ્ટ આ હતી, વીડિયો શેર કરતાં જાણો શું લખ્યું હતું


U19 World Cup 2022: અંડર-19 વર્લ્ડકપમાં ભારત પાંચમી વખત બન્યું વિજેતા, આ ખેલાડીઓ રહ્યા જીતના હીરો


યુવક પ્રેમિકાના ઘરમાં માણી રહ્યો હતો શરીર સુખ ને પ્રેમિકાની મા જાગી ગઈ, પ્રેમિકાની માતાએ શું કર્યું ?