Indian Economy: IMFના એમડી ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ ભારતીય અર્થતંત્રને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું આપણને ઉભરતા બજાર અને વિકાસશીલ અર્થતંત્રો મોટાભાગની ગતિ પ્રદાન કરે છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે તેઓ આ વર્ષે વૈશ્વિક વૃદ્ધિમાં લગભગ ચાર-પાંચમા ભાગનો હિસ્સો ધરાવે છે, જેમાં એકલા ભારતનું યોગદાન 15% થી વધુ રહેશે.






આ ઉપરાંત તેમણે કહ્યું, ભારતનું UPI એ ટેક-બુસ્ટિંગ નાણાકીય સમાવેશનું ઉત્તમ ઉદાહરણ છે. ગયા મહિને, ભારતના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આ સ્તરે 8 અબજથી વધુ વ્યવહારો પર પ્રક્રિયા કરી હતી. તે સિસ્ટમ ગ્રામીણ વિસ્તારોમાં 400 મિલિયન લોકોને લેગસી 'પુશ-બટન' સેલફોન સાથે ભાગ લેવાની મંજૂરી આપે છે


ગ્લોબલ ગ્રોથ એન્જિન તરીકેની તેની ભૂમિકાથી આગળ, ભારત દેશોને એકસાથે લાવવા માટે અનન્ય સ્થાન ધરાવે છે. પડકારો અને વધતા ભૌગોલિક રાજકીય તણાવનો સામનો કરી રહેલા વિશ્વમાં, આ નેતૃત્વ ભારતના G20 પ્રમુખપદની થીમમાં મહત્વપૂર્ણ અને સુંદર રીતે કેપ્ચર થયેલ છે.






ભારતીય શેરબજારમાં 927 પોઇન્ટનો કડાકો


ભારતીય શેરબજાર માટે બુધવારનો દિવસ નિરાશાજનક રહ્યો. શેરબજાર સતત ચોથા કારોબારી દિવસે ઘટડા સાથે બંધ રહ્યું. આજે સેન્સેક્સમાં 900થી વધુ પોઇન્ટનો ઘટાડો થયો અને રોકાણકારોને 3.54 લાખ કરોડથી વધુ રૂપિયા સ્વાહા થઈ ગયા. બુધવારે ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 927 પોઇન્ટના કડાકા સાથે 59,744.98 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 289.58ના ઘટાડા સાથે 18,455 પર બંધ રહી. રોકાણકારો દ્વારા પ્રોફિટ-બુકિંગ અને વેચવાલીના કારણે સેન્સેક્સમાં કડકો બાલ્યો હતો. તમામ સેક્ટર્સમાં વેચવાલી જોવા મળી હતી. આજના ટ્રેડિંગ સેશનમાં માર્કેટના તમામ સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. બેન્કિંગ, આઈટી, ઓટો, મેટલ્સ, ફાર્મા, એનર્જી, ઈન્ફ્રા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર ઘટીને બંધ થયા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરો પણ ઘટાડા સાથે બંધ થયા.