IOCL Q1 Results: ઓઈલ એન્ડ ગેસ સેકટરની દિગ્ગજ સરકારી કંપની ઈન્ડિયન ઓયલ કોર્પોરેશન લિમિટેડે આજે પ્રથમ ત્રિમાસિક પરિણામ જાહેર કર્યા. જેમાં કંપનીના નફામાં વધારો જોવા મળ્યો. જ્યારે કંપનીની આવકમાં ઘટાડો નોંધાયો. કંપનીનો નફો 13,750.04 કરોડ રૂપિયા રહ્યો, જ 13,492 કરોડ રૂપિયા રહેવાનો અંદાજ હતો. પ્રથમ ત્રિમાસિક દરમિયાન કંપનીની આવક 1.98 લાખ કરોડ રૂપિયા રહી, જ્યારે તે 1.97 લાખ કરોડ રૂપિયા રહેવાનું અનુમાન હતું.
કુલ ત્રિમાસિક આધારે કંપનીના નફામાં વધારો થયો છે. કંપનીનો નફો વધીને 13,750.4 કરોડ રૂપિયા રહ્યો છે, જે ગત વર્ષે સમાન માસિક ગાળામાં 10,058 કરોડ રૂપિયા હતો. જ્યારે આ સમયગાળા દરમિયાન કંપનીની આવકમાં ઘટાડો થયો છે. પ્રથમ ત્રિમાસિકમાં કંપનીની આવક 1.98 લાખ કરોડ રૂપિયા રહી, જે ગત વર્ષે આ સમયગાળામાં 2.02 કરોડ રૂપિયા હતી.
ત્રિમાસિક આધારે કંપનીના EBITDA માં વધારો થયો. છે. આ વધીને 22,163 કરોડ રૂપિયા રહી, જે ગત વર્ષના સમાનગાળામાં 15,340 કરોડ રૂપિયા હતી.
આજે કેવી રહી આ શેરની શેરબજારમાં ચાલ
આઈઓસીએલનું પરિણામ સારું આવ્યું હોવા છતાં શેર આજે ઘટાડા સાથે બંધ થયો હતો. કંપનીનો સેર 3.35 ટકા ઘટાડા સાથે 95.25 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો. કંપનીની 52 સપ્તાનું તળિયું 65.20 રૂપિયા અને સર્વોચ્ચ સપાટી 101.45 રૂપિયા છે. સપ્તાહના અંતિમ કારોબારી દિવસે પણ ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. ગુરુવારે પણ સેન્સેક્સમાં 440 પોઇન્ટનો ઘટાડો થયો હતો. આજે દિવસની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી અને દિવસભર આ ટ્રેન્ડ જળવાઈ રહ્યો હતો. આજે ઘટાડા બાદ બીએસઈ માર્કેટ કેપ 304.10 લાખ કરોડ થયું છે. જે ગઈકાલના કારોબારી દિવસના અંતે 303.59 લાખ કરોડ રૂપિયા હતું.
ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે 106.62 પોઇન્ટના ઘટાડા સાથે 66,160.20 પોઇન્ટ અને નિફ્ટી 13.85 પોઇન્ટ ઘટીને 19,646.05 પોઇન્ટ પર બંધ રહ્યા હતા. બેંક નિફ્ટી 211.20 પોઇન્ટના ઘટાડા સાથે 45,468.10 પોઇન્ટ પર બંધ રહી. છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ફરીથી પ્રોફિટ બુકિંગના કારણે ઘટાડા સાથે બંધ થયું હતું. બેન્કિંગ અને આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે માર્કેટમાં આ ઘટાડો જોવા મળ્યો છે. જો કે મિડ કેપ અને એફએમસીજી સેક્ટરના શેરોમાં ખરીદારી જોવા મળી.
આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, આઈટી સેક્ટરના શેરો વધીને બંધ થયા હતા. જ્યારે ફાર્મા, મેટલ્સ, એનર્જી, એફએમસીજી, મીડિયા, રિયલ એસ્ટેટ, કન્જ્યુર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરોમાં ખરીદારી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરો ઉછાળા સાથે બંધ થયા હતા.