Stock Market Closing On 15th December 2022: ભારતીય શેરમાં ચાલી રહેલી તેજી પર બ્રેક લાગી છે. ગુરુવારે રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગના કારણે ભારતીય બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તો આ ઘટાડો આગામી દિવસોમાં યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં વધારો કરવાના સંકેતોને કારણે પણ હતો. આજના કારોબારના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 878 પોઈન્ટના ઘટાડા સાથે 62000 પોઈન્ટની નીચે 61,799 પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ નિફ્ટી 245 પોઈન્ટના ઘટાડા સાથે 18415 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
બેન્કિંગ, IT, FMCG સેક્ટરના શેરોએ બજારને નીચે લાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. નિફ્ટી બેંક 550 પોઈન્ટ એટલે કે 1.25 ટકાના ઘટાડા સાથે 43,492 પર બંધ થયો છે. નિફ્ટી આઈટીમાં 2.11 ટકા, નિફ્ટી એફએમસીજીમાં 0.88 ટકા ઘટાડો જોવા મળ્યો. આજે PSU બેન્કોની તેજી પર બ્રેક લાગી હતી અને PSU ઇન્ડેક્સ પણ 1.88 ટકા ઘટ્યો હતો.
ઇન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | હાઈ | લો | કેટલા ટકા ફેરફાર |
BSE MidCap | 26,1093 | 26,435.52 | 26,098.35 | -1.07% |
BSE Sensex | 61,799.03 | 62,624.81 | 61,762.27 | -1.40% |
BSE SmallCap | 29,803.68 | 30,092.66 | 29,790.46 | -0.61% |
NIFTY Midcap 100 | 32,466.70 | 32,939.30 | 32,450.95 | -1.21% |
NIFTY Smallcap 100 | 10,071.00 | 10,178.85 | 10,061.85 | -0.67% |
NIfty smallcap 50 | 4,472.45 | 4,519.70 | 4,467.40 | -0.59% |
Nifty 100 | 18,604.45 | 18,833.65 | 18,576.00 | -1.24% |
Nifty 200 | 9,751.70 | 9,870.55 | 9,735.85 | -1.21% |
Nifty 50 | 18,414.90 | 18,652.90 | 18,387.70 | -1.32% |
Nifty 50 USD | 7,841.96 | 7,841.96 | 7,841.96 | 0 |
Nifty 50 Value 20 | 9,270.30 | 9,406.65 | 9,258.85 | -1.49% |
Nifty 500 | 15,783.80 | 15,968.20 | 15,758.85 | -1.13% |
Nifty Midcap 150 | 12,216.20 | 12,378.55 | 12,210.95 | -1.08% |
Nifty Midcap 50 | 8,982.10 | 9,086.75 | 8,956.80 | -0.97% |
Nifty Next 50 | 43,544.10 | 44,008.55 | 43,448.15 | -0.89% |
Nifty Smallcap 250 | 9,800.00 | 9,894.00 | 9,795.90 | -0.53% |
શેરની કિંમત
માર્કેટમાં શેરોની મૂવમેન્ટ પર નજર કરીએ તો માત્ર સન ફાર્મા અને એનટીપીસીના શેરમાં જ ઉછાળો જોવા મળ્યો હતો, બાકીના તમામ શેર ઘટાડા સાથે બંધ થયા હતા. ટેક મહિન્દ્રા 4.04 ટકા, ઇન્ફોસિસ 2.75 ટકા, ટાઇટન 2.55 ટકા, એચડીએફસી 2.18 ટકા ઘટીને બંધ થયા છે.
ઘટાડાથી રોકાણકારોને નુકસાન
આજે માર્કેટમાં 3680 શેરનું ટ્રેડિંગ થયું હતું જેમાં 2152 શેર ઘટીને બંધ થયા હતા અને માત્ર 1404 શેરના ભાવમાં જ તેજી જોવા મળી હતી. રોકાણકારોની સંપત્તિમાં લગભગ 3 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. BSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂપિયા 291 લાખ કરોડથી ઘટીને રૂપિયા 288.36 લાખ કરોડ થયું છે.