Stock Market Closing:  આજે ભારતીય શેરબજારમાં સારી તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન સાથે બંધ થયા હતા. તાજેતરના કારોબારના અંતે BSE સેન્સેક્સ 348.80 પોઈન્ટના વધારા સાથે 60,649.38  પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 101.40 પોઈન્ટના વધારા સાથે 17915.00 પર બંધ થયો હતો.

ઇન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ફેરફાર ટકાવારીમાં
BSE Sensex 60,649.38 60,698.31 60,271.49 0.58%
BSE SmallCap 28,654.98 28,675.94 28,500.28 0.62%
India VIX 11.43 12.02 10.96 -1.95%
NIFTY Midcap 100 31,404.20 31,433.40 31,242.25 0.56%
NIFTY Smallcap 100 9,592.50 9,603.25 9,532.40 0.80%
NIfty smallcap 50 4,389.80 4,395.40 4,366.35 0.82%
Nifty 100 17,739.95 17,755.15 17,631.70 0.53%
Nifty 200 9,313.95 9,321.30 9,258.70 0.54%
Nifty 50 17,915.05 17,931.60 17,797.90 0.57%

સેક્ટરની સ્થિતિ

આજના કારોબારમાં એફએમસીજી સેક્ટર સિવાય અન્ય તમામ સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, મેટલ્સ, ઈન્ફ્રા, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો સારી તેજી સાથે બંધ થયા છે. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 23 વધ્યા અને 7 ઘટાડા સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 40 શેર વધીને અને 10 ઘટીને બંધ રહ્યા હતા.

ટોપ ગેઈનર્સ 


ટોપ લૂઝર્સ


 

પાવર સિવાય બીએસઈના તમામ સેક્ટર ઈન્ડેક્સમાં ઉછાળો 

એપ્રીલ વાયદાના ઉપલા સ્તરે બજાર બંધ થયું હતું. પાવર સિવાય બીએસઈના તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં તેજી જોવા મળી હતી. રિયલ્ટી, આઈટી શેરોમાં મહત્તમ વૃદ્ધિ જોવા મળી રહી છે. ઓટો, મેટલ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. બીજી તરફ સ્મોલકેપ, મિડકેપ શેરોમાં ખરીદારી જોવા મળી હતી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 348.80 પોઈન્ટ એટલે કે 0.58 ટકાના વધારા સાથે 60,649.38 પર બંધ થયો હતો.


Bajaj Auto, Bajaj Finance, BPCL, Bajaj Finserv અને SBI Life Insurance નિફ્ટીના ટોપ ગેઈનર્સ રહ્ય હતા. તો બીજી તરફ   HDFC Life, HUL, Power Grid Corp, Adani Ports અને  Axis Bank નિફ્ટીના ટોપ લુઝર્સ રહ્યા હતા.

પાવર સિવાય, નિફ્ટી ઓટો, ફાર્મા, આઈટી, કેપિટલ ગુડ્સ, મેટલ આઈનેક્સ લગભગ 0.5 ટકાથી 1 ટકાના વધારા સાથે બંધ થયા છે. બીએસઈના મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.5 ટકાના વધારા સાથે બંધ થયા છે.

સવારે કેવી હતી માર્કેટની સ્થિતિ

વિશ્વભરના શેરબજારોમાંથી મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં શરૂઆત ફ્લેટ રહી હતી. સેન્સેક્સ 21.89 પોઈન્ટ અથવા 0.04% ઘટીને 60,278.69 પર અને નિફ્ટી 9.30 પોઈન્ટ અથવા 0.05% ઘટીને 17,804.30 પર હતો. લગભગ 1152 શેર વધ્યા, 643 શેર ઘટ્યા અને 93 શેર યથાવત હતા. બજાજ ફાઇનાન્સ, એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ, બજાજ ફિનસર્વ, યુપીએલ અને બીપીસીએલ નિફ્ટીમાં ટોપ ગેઈનર હતા, જ્યારે એચડીએફસી લાઇફ, ઓએનજીસી, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને ડિવિસ લેબ્સમા મંદીની ચાલ જોવા મળી છે.