નવી દિલ્હીઃ દેશમાં મંદી વચ્ચે એરલાઇન્સ ઇન્ડિગોએ એરબસને A320 નિયો ફેમિલીના 300 નવા વિમાનનો ઓર્ડર આપ્યો છે. એરબસને કોઇ એક એરલાઇન્સ કંપની દ્ધારા અત્યાર સુધી મળેલો આ સૌથી મોટો ઓર્ડર છે. આ ઓર્ડર 33 અબજ ડોલર (2.31 લાખ કરોડ રૂપિયા)નો છે. જેનો હેતું કંપની દ્ધારા માર્કેટ શેરના હિસાબથી દેશની સૌથી મોટી વિમાન કંપનીની પોઝિશનને મજબૂત કરવાની છે.
ઇન્ડિગોએ એક નિવેદનમાં કંપનીના સીઇઓ રોનોજોય દત્તાને ટાંકીને કહ્યું કે, આ ઓર્ડર ઐતિહાસિક છે. ભારતમાં વિમાન ક્ષેત્રમાં વૃદ્ધિ ચાલુ રહેવાની આશા છે. અમે ગ્રાહકોને સેવા અને ભાડામાં ઘટાડો કરવા સહિત અમારા અન્ય વચનો પુરા કરવાની દિશામાં છીએ. આ અગાઉ ઇન્ડિગોએ 2005થી 2015 વચ્ચે ત્રણ ભાગમાં 530 એરબસ વિમાનનો ઓર્ડર આપ્યો હતો.
આ સાથ જોડાયેલા સૂત્રોએ રોયટર્સને કહ્યું હતુ કે, તે ઓર્ડરને અંતિમ રૂપ આપવામાં લાગ્યું છે. જેમાં એરબસના નવા વિમાન તથા સિંગલ-એસ એ320 ટાઇપના લોંગ વર્ઝન એ321 એક્સએલઆર સામેલ હશે. ઇન્ડિગોએ જોકે આના પર કોઇ પ્રતિક્રિયા આપી નહોતી. સોમવારે એક પ્રવક્તાએ કહ્યું હતું કે નવો ઓર્ડરને લઇને હાલમાં કોઇ પ્લાન નથી. એરબસે પણ તેના પર કોઇ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.