IndiGo Airlines: UAEના શારજાહથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટનું ટેકનિકલ ખામી બાદ પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. આ ઘટના વિશે માહિતી આપતા ઈન્ડિગો એરલાઈન્સે જણાવ્યું કે પાઈલટને વિમાનમાં ટેકનિકલ ખામી જણાયા બાદ સાવચેતીના ભાગરૂપે વિમાનને પાકિસ્તાનના કરાચી તરફ વાળવામાં આવ્યું હતું. મુસાફરોને હૈદરાબાદ લઈ જવા માટે વધારાની ફ્લાઈટ કરાચી મોકલવામાં આવી રહી છે. બે અઠવાડિયામાં કરાચીમાં ઉતરનાર આ બીજી ભારતીય એરલાઇન છે.
ઈન્ડિગો એરલાઇન્સની શારજાહ-હૈદરાબાદ ફ્લાઇટે ઉડાન ભર્યાના ગણતરીની મિનિટોમાં પાયલટને એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીને જાણ થઈ હતી. જે બાદ સાવચેતીના ભાગરૂપે એરક્રાફ્ટને પાકિસ્નના કરાચી એરપોર્ટ પર ઉતારવામાં આવી હતી. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા વધારાની ફ્લાઇટ કરાચી મોકલવામાં આવી રહી છે તેમ ઈન્ડિગો એરલાઇન્સે જણાવ્યું છે.
સ્પાઇસ જેેટે કર્યુ હતું ઈમરજન્સી લેંડિંગ
દિલ્હથી દુબઈ આવતી સ્પાઇસજેટની ફ્લાઇટએ 5 જુલાઈએ પાકિસ્તાનમાં ઇમરજન્સી લેંડિંગ કર્યું હતું. ટેકનિકલ ખામીના કારણે વિમાનને કરાચીમાં ઉતારવું પડ્યું હતું. પ્લેનમાં એવી ખામી હતી કે મુસાફરોને પણ ખબર પડી શકે પરંતુ આ ખરાબીને નજરઅંદાજ કરવામાં આવી હતી. જેના કારણે ઈમરજન્સી લેંડિંગ કરવું પડ્યું હતું. ડીજીસીએ ના કહેવા મુજબ ચાલક દળને જમણી ટેંકના ઈંધણમાં અસામાન્ય ખામી જોવા મળી હતી. એટસીસીના સહયોગથી વિમાનને કરાચી ઉતારવામાં આવ્યું હતું. ઉડાન બાદ નિરીક્ષણ દરમિયાન ટેંકમાં કોઈ લીક જોવા મળ્યું નહોતું.
આ પણ વાંચોઃ
IndiGo Airlines: પાકિસ્તાનમાં 15 દિવસમાં બીજી વખત ભારતીય એરલાઇન્સ કર્યું ઈમરજન્સી ઉતરાણ, જાણો વિગત
Lalit Modi સાથે રિલેશનશિપના ખુલાસા બાદ Sushmita Sen એ શેર કરી આવી તસવીર, હવે કહી આ મોટી વાત
India Corona Cases Today: ભારતમાં કોરોના રસીકરણનો આંક 200 કરોડ નજીક, જાણો આજે કેટલા કેસ નોંધાયા