Small Saving Schemes Interest Rates: કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓના વ્યાજ દરો પર કોઈ ગીફ્ટ આપી નથી અને એપ્રિલ-જૂન ક્વાર્ટર માટે વ્યાજ દરો સ્થિર રાખ્યા છે. આજે, 8 માર્ચે, કેન્દ્ર સરકારે આગામી નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક એપ્રિલ-જૂન માટે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. સળંગ 7 ત્રિમાસિક ગાળામાં આ પ્રથમ વખત છે જ્યારે સરકારે આ બચત યોજનાઓ પર વ્યાજ દરમાં વધારો કર્યો નથી.


સરકારી જાહેરનામું બહાર પાડ્યું
એક સરકારી નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે ઘણી નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરો નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે 1 એપ્રિલ, 2024થી શરૂ થઈને 30 જૂન, 2024ના રોજ પૂરા થતા યથાવત રહેશે. આનો અર્થ એ થયો કે જે રીતે 1 જાન્યુઆરી, 2024 થી 31 માર્ચ, 2024 સુધીના ચોથા ક્વાર્ટર માટે દરો સૂચિત કરવામાં આવ્યા હતા, તે જ રીતે નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે પણ વ્યાજ દર ચાલુ રહેશે. તેને સક્ષમ અધિકારીની મંજુરી મળી છે.


નાની બચત યોજનાનું નામ               વ્યાજ દર


સુકન્યા સમૃદ્ધિ યોજના               8.2 ટકા
સિનિયર સિટીજન સેવિંગ સ્કીમ   8.2 ટકા
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ           7.7 ટકા
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ                7.1 ટકા
કિસાન વિકાસ પત્ર                  7.5 ટકા (115 મહિના)
મંથલી ઈન્કમ એકાઉન્ટ           7.4 ટકા


 એલપીજીના ભાવમાં 100 રૂપિયાનો કર્યો ઘટાડો


 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની મહિલાઓને મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે. જાહેરાત કરતી વખતે, PM મોદીએ શુક્રવારે (08 માર્ચ) કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની સરકારે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર આ માહિતી આપી હતી.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "આજે મહિલા દિવસના અવસરે અમે એલપીજી સિલિન્ડરની કિંમતમાં રૂ. 100ની છૂટનો મોટો નિર્ણય લીધો છે. આનાથી માત્ર મહિલા શક્તિનું જીવન સરળ બનશે જ નહીં, પરંતુ આનાથી સિલિન્ડરની કિંમતમાં પણ ઘટાડો થશે. કરોડો પરિવારો પર આર્થિક બોજ ઘટશે.