IPO Listing: ગુરુવારે (21 સપ્ટેમ્બર) શેરબજારમાં ભલે કડાકો બોલ્યો પરંતુ આઈપીઓમાં રોકાણ કરનારા માટે સારા સમાચાર આવ્યા. આ બન્ને શેરમાં શાનદાર લિસ્ટિંગ જોવા મળ્યું હતું. જેના કારણે રોકાણકારોને સારો એવો નફો મળ્યો હતો. EMS લિમિટેડના શેર 33 ટકાના પ્રીમિયમ પર એક્સચેન્જમાં લિસ્ટ થયા હતા. આ શેર BSE પર રૂ. 281.55ના ભાવે લિસ્ટેડ છે. જ્યારે ઈશ્યુની કિંમત પ્રતિ શેર રૂ. 211 હતી. તેનો અર્થ એ કે શેર લિસ્ટ થતાંની સાથે જ રોકાણકારોએ 33.5% નો જંગી નફો કર્યો છે.

શેર NSE પર રૂ. 282.05 પર લિસ્ટેડ છે. આ અગાઉ, IPO છેલ્લા દિવસે 76.21 ગણો ભરાઈને બંધ થયો હતો. આ માટે ઈશ્યુ પ્રાઇસ 211 રૂપિયા હતી. કંપનીએ IPO દ્વારા રૂ. 321 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી હતી, જેમાં OFS રૂ. 175 કરોડ હતી. 

EMS Ltd IPO

8 થી 12 સપ્ટેમ્બર સુધી ખુલ્યોઈશ્યૂ પ્રાઈઝ: ₹211/શેરલોટ સાઈઝ: 70 શેરઈશ્યુનું કદ: ₹321.24 કરોડOFS: ₹175 કરોડન્યૂનતમ રોકાણ: ₹14770

Meson Valves લિસ્ટિંગ

તો બીજી તરફ વાલ્વ અને સંબંધિત ફ્લો કંટ્રોલ પ્રોડક્ટ્સના ઉત્પાદક, મેસન વાલ્વ્સ ઇન્ડિયા લિમિટેડએ બુધવારે ભારતીય શેરબજારમાં શાનદાર પદાર્પણ કર્યું હતું. BSE SME પર મેસન વુલ્વ્ઝના શેર્સને 90 ટકાના પ્રિમિયમ સાથે  રૂ. 193.80 પ્રતિ શેરના ભાવે લિસ્ટ થયા હતા, જ્યારે તેની ઈશ્યૂ પ્રાઈઝ 102 રુપિયા હતા.

તમને જણાવી દઈએ કે લિસ્ટિંગ બાદ પણ કંપનીના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. સમાચાર લખાય છે ત્યારે કંપનીના શેર રૂ. 203.45ના ભાવે છે, એટલે કે IPO રોકાણકારે 99 ટકાથી વધુનો નફો કર્યો છે.

જાણો મેસન વાલ્વ IPO સંબંધિત વધુ માહિતી 

મેસન વુલ્વ્ઝ ઈન્ડિયાના IPOને રોકાણકારો તરફથી મજબૂત પ્રતિસાદ મળ્યો હતો કારણ કે ઈસ્યુ 8 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર દરમિયાન 173.65 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. SME IPO ને રિટેલ કેટેગરીમાં 203.02 ગણું અને અન્ય કેટેગરીમાં 132.74 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. ₹31.09 કરોડનો IPO, રૂ. 10ની ફેસ વેલ્યુના 30.48 લાખ શેરનો નવો ઈશ્યુ હતો. SME IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 102 પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી.

IPOમાં, કંપનીએ રિટેલ રોકાણકારો અને બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) માટે 47.44% શેર અનામત રાખ્યા હતા. બાકીના 5.12% અથવા 1.56 લાખ શેર IPOના માર્કેટ મેકરને ઓફર કરવામાં આવ્યા હતા. મેસન વાલ્વ્સ ઈન્ડિયા આઈપીઓની લોટ સાઈઝ 1,200 શેર હતી અને રિટેલ રોકાણકારો માટે જરૂરી લઘુત્તમ રોકાણ રૂ. 122,400 છે.