IPO Update:  સપ્તાહનો છેલ્લો દિવસ શેરબજારના રોકાણકારો માટે ઘણી તકો લઈને આવ્યો છે. આજથી ચાર કંપનીઓના IPO બજારમાં ઓપન થયા છે. જેણે રોકાણકારો માટે એક સાથે નાણાં કમાવવાની ઘણી તક ખુલી છે. આ ચાર IPOમાં કંપનીઓ બજારમાંથી 133.34 કરોડ રૂપિયા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. આ IPO 16 જુલાઈએ બંધ થવાના છે.


Aelea Commodities IPO


કૃષિ ઉત્પાદનોનો વેપાર કરતી આ કંપની IPO દ્વારા 51 કરોડ રૂપિયા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. આ IPOમાં 53.68 લાખ શેરના ફ્રેશ ઇશ્યૂ થશે કંપનીએ IPO માટે 91 થી 95 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ IPOના એક લોટમાં 1200 શેર છે. એટલે કે આ IPOમાં બિડ કરવા માટે રોકાણકારોને ઓછામાં ઓછા 1 લાખ 14 હજાર રૂપિયાની જરૂર પડશે.


Sati Poly Plast IPO


આ પેકેજિંગ મટિરિયલ મેન્યુફેક્ચરિંગ કંપનીના IPOનું કદ 17.36 કરોડ રૂપિયા છે. આ IPOમાં માત્ર ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. કંપની IPO દ્વારા 13.35 લાખ નવા શેર ઇશ્યૂ કરશે. IPOની પ્રાઇસ બેન્ડ 123-130 રૂપિયા છે અને એક લોટમાં 1 હજાર શેરનો સમાવેશ થાય છે. એટલે કે આ IPOમાં રોકાણ કરવા માટે ઓછામાં ઓછા 1 લાખ 30 હજાર રૂપિયાની જરૂર પડશે.


Prizor Viztech IPO


સીસીટીવી સહિત સુરક્ષા અને સર્વેલન્સ સોલ્યુશન્સ બનાવતી કંપની આઈપીઓમાંથી 25.15 કરોડ રૂપિયા એકત્ર કરવા જઈ રહી છે. આ IPOમાં પણ ઓફર ફોર સેલ નથી. આ IPOમાં લગભગ 29 લાખ નવા શેર જાહેર કરવામાં આવનાર છે. કંપનીએ પ્રાઇસ બેન્ડ 82 થી 87 રૂપિયા નક્કી કરી છે. IPO ના દરેક લોટમાં 1600 શેર હોય છે. આ રીતે બિડિંગ માટે ઓછામાં ઓછા 1 લાખ 39 હજાર 200 રૂપિયાની જરૂર પડશે.


Three M Paper Boards IPO


રિસાયકલ પેપરમાંથી ડુપ્લેક્સ બોર્ડ બનાવતી કંપની IPOમાંથી 39.83 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. આ IPOમાં 57.72 લાખ નવા શેર જાહેર કરવામાં આવી રહ્યા છે. IPOના એક લોટમાં 2 હજાર શેર છે, જ્યારે તેમની પ્રાઇસ બેન્ડ 67 થી 69 રૂપિયા પ્રતિ શેર છે. મતલબ કે આ IPOમાં બિડ કરવા માટે રોકાણકારોને ઓછામાં ઓછા 1 લાખ 38 હજાર રૂપિયાની જરૂર પડશે.


Disclaimer: અહીં આપેલી જાણકારી ફક્ત સૂચના માટે આપવામાં આવી રહી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. gujarati.abplive.com ક્યારેય કોઈને પણ રૂપિયાનું રોકાણ કરવાની સલાહ આપતું નથી.