IPO Watch: વર્ષ 2021 IPO માર્કેટ માટે ધમાકેદાર સાબિત થયું છે અને આ સમય દરમિયાન પ્રારંભિક જાહેર ઓફરમાંથી આશરે રૂ. 1.2 લાખ કરોડ ઊભા થયા છે. કુલ 63 કંપનીઓએ 2021માં લગભગ 1.25 લાખ કરોડ રૂપિયા એકત્ર કરીને સાબિત કર્યું છે કે IPOને લઈને રોકાણકારોનું સેન્ટિમેન્ટ સારું છે અને તેઓ ઘણાં નાણાંનું રોકાણ કરવા તૈયાર છે. હવે મર્ચન્ટ બેન્કર્સે રવિવારે માહિતી આપી છે કે નાણાકીય વર્ષ 2021-22ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં એટલે કે જાન્યુઆરી-માર્ચમાં પણ લગભગ 24 કંપનીઓ રૂ. 44,000 કરોડ એકત્ર કરવાની યોજના સાથે આવી રહી છે.


આ મોટી કંપનીઓ માટે IPO આવી રહ્યો છે


દેશનો સૌથી મોટો IPO LICનો હશે, જે આ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર દરમિયાન આવવાનો છે. આ અંગે રોકાણકારોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.


ગૌતમ અદાણીની કંપની અદાણી વિલ્મરનો IPO આ જાન્યુઆરીમાં આવે તેવી શક્યતા છે. અદાણી વિલ્મરનો આઈપીઓ આશરે રૂ. 4500 કરોડનો થવા જઈ રહ્યો છે અને અદાણી વિલ્મર માર્કેટમાં લિસ્ટ થનારી અદાણી ગ્રુપની સાતમી કંપની હશે.


આ સિવાય Go Airlinesનો IPO પણ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં આવશે.


Mobikwikનો IPO પણ આ મહિને એટલે કે જાન્યુઆરીમાં આવવાની ધારણા છે.


Traxon Technologies IPO પણ ટૂંક સમયમાં આવશે.


Scanray Technologies, Healthium Medtech અને Sahajanand Medical Technologies પણ માર્ચ ક્વાર્ટર દરમિયાન IPO લોન્ચ કરી શકે છે.


Oyo અને સપ્લાય ચેઇન કંપની દિલ્હીવેરી IPO દ્વારા ભંડોળ એકત્ર કરે તેવી અપેક્ષા છે.


આ ઉપરાંત, એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ, પારાદીપ ફોસ્ફેટ્સ, વેદાંત ફેશન્સ, એક્ઝિગો અને મેદાન્તાના IPO પણ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં આવે તેવી શક્યતા છે અને તેના વિશે વધુ વિગતો ટૂંક સમયમાં આવી રહી છે.


રૂચી સોયાનો એફપીઓ આવશે


બાબા રામદેવની કંપની રૂચી સોયાની FPO એટલે કે ફોલો-ઓન પબ્લિક ઑફર આ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં આવવાની છે. રૂચી સોયાના પ્રમોટરોનો હિસ્સો ઘટાડવા માટે રૂ. 4300 કરોડનો એફપીઓ આવવાનો છે. કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 98 ટકા સુધી છે, જે ઘટાડીને 75 ટકાથી નીચે લાવવા એફપીઓ લાવવામાં આવશે.