Railway Ticket Booking Rules: રેલવેને દેશની લાઈફલાઈન માનવામાં આવે છે. દરરોજ કરોડો મુસાફરો તેમના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે ટ્રેનમાં મુસાફરી કરે છે. આવી સ્થિતિમાં રેલવે પણ મુસાફરોની સુવિધાનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વેએ તેના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે.

Continues below advertisement

પરંતુ, છેલ્લા કેટલાક સમયથી કોરોનાના ઘટતા કેસોને જોતા કેટલીક બંધ સુવિધાઓ ફરીથી શરૂ કરવામાં આવી રહી છે. નિયમોમાં ફેરફાર કરીને, ભારતીય રેલ્વેએ હવે ટિકિટ બુકિંગ દરમિયાન તમારા ગંતવ્ય સ્ટેશનનું સરનામું ભરવાની જરૂરિયાતને દૂર કરી દીધી છે.

રેલવે મંત્રાલયે નવો આદેશ જારી કર્યો છે

Continues below advertisement

વર્ષ 2020 થી કોરોના રોગચાળો શરૂ થયો ત્યારથી, રેલ્વેએ ઓનલાઈન ટિકિટ બુકિંગ દરમિયાન IRCTC વેબસાઈટ અથવા એપ પર ગંતવ્ય સ્ટેશન પર ક્યાં જવાનું છે તેનું સરનામાની વિગતો ભરવાનું ફરજિયાત બનાવ્યું હતું. પરંતુ, હવે રેલ્વે મંત્રાલયે એક નવું નોટિફિકેશન બહાર પાડીને આદેશ આપ્યો છે કે હવે મુસાફરોએ ઓનલાઈન ટિકિટ બુકિંગ દરમિયાન ગંતવ્ય સ્થાનનું સરનામું ભરવાનું રહેશે નહીં. આનાથી ટિકિટ બુક કરવાનું સરળ બનશે.

ટિકિટ બુકિંગમાં ઓછો સમય લાગશે

જણાવી દઈએ કે કોરોના સંક્રમણને જોતા રેલ્વેએ પોઝિટિવ લોકોને ટ્રેસ કરવા માટે મુસાફરી દરમિયાન સરનામું દાખલ કરવું ફરજિયાત બનાવ્યું હતું. પરંતુ, દેશમાં સંક્રમણના ઘટતા કેસોને જોતા રેલ્વે હવે સરનામાની જરૂરિયાતને દૂર કરી રહી છે.

અગાઉ, માર્ચ મહિનામાં, રેલ્વેએ ટ્રેનોમાં આપવામાં આવતા બેડરોલ, ગાદલા અને ધાબળાની સુવિધા પુનઃસ્થાપિત કરી હતી. આ સાથે હવે મુસાફરો જનરલ ટિકિટ લઈને પણ સરળતાથી મુસાફરી કરી શકશે. તમને જણાવી દઈએ કે રેલ્વે મંત્રાલયે તમામ રેલ્વે ઝોન માટે ડેસ્ટિનેશન એડ્રેસની જરૂરિયાતને ખતમ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે હવે IRCTC પોતાના સોફ્ટવેરમાં પણ ફેરફાર કરશે.