નવી દિલ્હીઃ અધિકૃત રેલવે એજન્ટો દ્વારા ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાના પ્રયત્નમાં IRTCT ઓટોપી આધારિત પ્રણાલી લઈને આવ્યું છે જે પ્રવાસીઓને ટિકિટ કેન્સર કરાવવા અને IRTCT દ્વારા આપવામાં આવેલ પાસવર્ડનો ઉપયોગ કરીને રિફંડ મેળવવાની સુવિધા આપશે. ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRTCT) તરફતી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રણાલી માત્ર તેના અધિકૃત એજન્ટોના માધ્યમથી બુક કરાવવામાં આવેલ ઈ ટિકિટો પર લાગુ થશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓટીપી આધારિત રિફંડ પ્રક્રિયા ગ્રાહકોના લાભ માટે વ્યવસ્થામાં વધુ પારદર્શિતા સુનિશ્ચિત કરશે. તે ગ્રાહકોને અનુકૂળ સુવિધા હશે, જ્યાં પ્રવાસી કેન્સલ કરાવવામાં આવેલી ટિકિટ કે વેઇટિંગ લિસ્ટ ટિકિટ માટે એજન્ટ દ્વારા પ્રાપ્ત થયેલા રિફંડની રકમની યોગ્ય માહિતી મેળવી શકશે.

નવી સિસ્ટમ મુજબ, જ્યારે પણ કોઈ પ્રવાસી અધિકૃત IRTCT એજન્ટ દ્વારા બુક કરાવવામાં આવેલી ટિકિટ કે પૂર્ણ વેઇટલિસ્ટ ટિકિટ કેન્સલ કરાવે છે તો રિફંડ રકમ અને વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી)નો એક એસએમએસ (SMS) પ્રવાસીના મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે.

પ્રવાસીને રિફંડ મેળવવા માટે તે એજન્ટની સાથે આ ઓટીપી શૅર કરવો પડશે, જેણે ટિકિટ બુક કરાવી હતી. IRTCTના એક અધિકારીએ પ્રક્રિયા વિશે વિસ્તારથી જણાવ્યું કે, હવે જ્યારે રિફંડ ઓટીપી આધારિત હશે, પ્રવાસીઓને બસ એટલું જ કરવું હશે કે તેઓ બુકિંગના સમયે પોતાનો જ નંબર આપે.

એક અધિકારીના જણાવ્યા મુજબ, દરરોજ 27 ટકા ટિકિટ અધિકૃત એજન્ટો દ્વારા બુક કરાવવામાં આવી છે. તેમાંથી 20 ટકા ટિકિટ રોજની કેન્સલ કરાવવામાં આવે છે.