Aadhaar Card : આધાર કાર્ડ આજના યુગમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. મતલબ કે કોઈ પણ કામ હોય તો આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. આધાર કાર્ડનો ઉપયોગ બેંકમાં ખાતું ખોલવા, સિમ કાર્ડ મેળવવા, સરકારી રાશન લેવા, બેંકમાંથી લોન લેવા, ક્રેડિટ કાર્ડ બનાવવા અને અન્ય સરકારી અને બિન-સરકારી સુવિધાઓનો લાભ લેવા માટે થાય છે. બાળકોથી લઈને વડીલો માટે આધાર કાર્ડ આવશ્યક છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારું આધાર કાર્ડ નકલી છે કે નહીં? કારણ કે ઘણા છેતરપિંડી કરનારા લોકોના નકલી આધાર કાર્ડ પણ બનાવે છે. આવી સ્થિતિમાં, તમારે સાવચેત રહેવાની જરૂર છે અને ફક્ત આધાર કેન્દ્રની મુલાકાત લઈને તમારું આધાર કાર્ડ બનાવવાની જરૂર છે. તે જ સમયે, તમે જાણી શકો છો કે તમારું આધાર કાર્ડ વાસ્તવિક છે કે નકલી.

આ 4 સ્ટેપમાં જાણો અસલી-નકલી આધાર કાર્ડ

સ્ટેપ 1: અસલી અને નકલી આધાર કાર્ડ શોધવા માટે તમારે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ https://resident.uidai.gov.in/verify પર જવું પડશે

સ્ટેપ 2: આ પછી તમારે માય આધાર વિકલ્પ હેઠળ આધાર સર્વિસના સેક્શનમાં જવું પડશે. અહીં તમારે Aadhaar Verifyમાં આધાર નંબર પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 3 હવે તમારી સામે આધાર વેરિફિકેશન પેજ ખુલશે. અહીં તમને એક બોક્સ દેખાશે, જેમાં તમારે તમારો 12 અંકનો આધાર નંબર નાંખવાનો રહેશે.

સ્ટેપ 4 આ પછી, તમારે તમારી સામે દેખાતા વેરિફાઈ બટન પર ક્લિક કરવાનું રહેશે. પછી તમને ખબર પડશે કે તમારા આધારનું સ્ટેટસ શું છે. અહીં તમે જાણી શકશો કે તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી.


દસ્તાવેજ ન હોય તો પણ અપડેટ કરી શકશો આધાર


UIDAIએ 'હેડ ઓફ ફેમિલી' આધારિત આધાર અપડેટ પ્રક્રિયા લઈને આવી છે. આ વિકલ્પ દ્વારા, તમે તમારા ઘરના વડાના દસ્તાવેજોની મદદથી તમારા આધારમાં દાખલ કરેલી માહિતીને અપડેટ કરી શકો છો.


'હેડ ઓફ ફેમિલી' આધારિત આધાર અપડેટ પ્રક્રિયા તે લોકો માટે ખૂબ જ મદદરૂપ છે જેમની પાસે પોતાના દસ્તાવેજ નથી. તે લોકો તેમના પરિવારના વડાના દસ્તાવેજોનો ઉપયોગ કરીને આધારમાં દાખલ કરેલી માહિતી સરળતાથી અપડેટ કરી શકે છે. બાળકો, પત્ની/પતિ, માતા-પિતા જેવા લોકોને તેનો લાભ મળી શકે છે. ઘણી વખત બાળકો પાસે આધાર સિવાય અન્ય કોઈ દસ્તાવેજ નથી હોતા. આવી સ્થિતિમાં, તે તેના માતાપિતાના દસ્તાવેજોનો ઉપયોગ કરીને પોતાનું આધાર અપડેટ કરાવી શકે છે. UIDAI એ આ બાબતે 3 જાન્યુઆરી, 2023 ના રોજ એક નોટિફિકેશન બહાર પાડીને માહિતી આપી છે કે હવે ફક્ત 'હેડ ઑફ ફેમિલી' દસ્તાવેજોની મદદથી તમે તમારા પોતાના દસ્તાવેજો વિના પણ આધાર અપડેટ કરાવી શકશો.