Air India Decision: એર ઈન્ડિયાએ તેના મુસાફરોને રાહત આપી છે. એર ઈન્ડિયાએ ઈઝરાયેલના તેલ અવીવ શહેરમાં જતી અથવા ત્યાંથી ભારત આવતી ફ્લાઈટ્સ માટે ટિકિટ કેન્સલ કરવા અથવા મુસાફરીની તારીખ બદલવા માટે મુસાફરો પાસેથી ચાર્જ ન લેવાનો નિર્ણય લીધો છે. એર ઈન્ડિયાએ જાહેર માહિતી આપી છે કે તે થોડા સમય માટે તેલ અવીવ ફ્લાઈટ્સની ટિકિટ કેન્સલ કરવા માટે કોઈ ફી વસૂલશે નહીં.


એર ઈન્ડિયાએ તેલ અવીવથી ભારતની ફ્લાઈટ 14 ઓક્ટોબર સુધી રદ કરી છે


ઇઝરાયેલના કેટલાક શહેરો પર હમાસ દ્વારા કરાયેલા હવાઈ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ છે. આ પછી એર ઈન્ડિયાએ તેલ અવીવથી ભારતની ફ્લાઈટ 14 ઓક્ટોબર સુધી રદ કરી દીધી છે. હવે એરલાઈને તેની ટિકિટ કેન્સલ કરાવવા પર કોઈ ફી નહીં લેવાનો નિર્ણય કરીને હવાઈ મુસાફરોને રાહત આપી છે.


એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી આપી


ટાટા ગ્રુપની માલિકીની એરલાઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X  પર એક નિવેદન જારી કરીને માહિતી આપી છે. એર ઈન્ડિયાએ કહ્યું કે તે તેના ગ્રાહકો કે જેમણે તેની તેલ અવીવની ફ્લાઈટ માટે ટિકિટ બુક કરાવી છે તેમની પાસેથી ટિકિટ કેન્સલ અથવા તેના સમયપત્રકમાં કોઈ ફેરફાર થવા પર કોઈ ચાર્જ વસૂલશે નહીં. એર ઈન્ડિયાએ મંગળવારે કહ્યું કે આ સુવિધા 9 ઓક્ટોબર પહેલા બુક કરાયેલી ટિકિટ પર ઉપલબ્ધ હશે, જેના પર 31 ઓક્ટોબર સુધી મુસાફરી થવાની છે.






આ માટે એર ઈન્ડિયાએ કેટલાક કસ્ટમર કેર નંબર પણ જારી કર્યા છે જે નીચે આપેલા છે. આ કસ્ટમર કેર નંબરો 24x7 કાર્યરત છે.



  • 0124 264 1407

  • 020-26231407

  • 1860 233 1407


એર ઈન્ડિયાએ કહ્યું છે કે તે ગ્રાહકો, પ્રવાસીઓ અને મુસાફરોના ફ્લાઇટ ટિકિટ સંબંધિત દરેક પ્રશ્નનો ઉકેલ આપવાનો પ્રયાસ કરશે.


આ પણ વાંચોઃ


નાગિન ફેમ એક્ટ્રેસ પર તૂટી પડ્યો દુખનો પહાડ, ઈઝરાયેલમાં ભાણેજની સામે જ બહેન-બનેવીની હત્યા


વધતા હાર્ટએટેકના કેસને લઈ નવરાત્રિ માટે આરોગ્ય વિભાગે બહાર પાડી માર્ગદર્શિકા, જાણો આયોજકોએ શું કરવું પડશે


સૌરાષ્ટ્રના કાગવડ જેવું જ પાટણ પાસે બનશે ખોડલધામ, જાણો ક્યારે થશે ભૂમિપૂજન