IT Industry May Stop Hiring New People: જો તમે આઈટી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છો, આ વર્ષે કોર્સ પૂરો કરી રહ્યા છો અથવા તમારું ભવિષ્ય અહીં બનાવવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. આ વર્ષે આઈટી ઈન્ડસ્ટ્રીમાં નોકરીઓમાં ઘટાડો થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના વૈશ્વિક નુકસાનને કારણે આવું થઈ શકે છે. આ ક્ષેત્રની દિગ્ગજ ગણાતી ચાર મોટી કંપનીઓ નવી ભરતી નહી કરવાનું વિચારી રહી છે.


શું કહે છે રિપોર્ટ


આ સંદર્ભમાં મિન્ટના અહેવાલ અનુસાર, દેશની ટોચની IT રિક્રુટર કંપનીઓ નવી ભરતી કરવાનું ટાળી રહી છે. Tata Consultancy Services Limited, Infosys Limited, HCL Technologies Limited અને Wiproમાં કુલ કર્મચારીઓની સંખ્યામાં 49,936 નો ઘટાડો થયો છે. આ ડેટા ત્રિમાસિક અને વાર્ષિક નાણાકીય અહેવાલોમાંથી એકત્રિત કરવામાં આવ્યો છે.


શા માટે નોકરીમાં ઘટાડો થયો?


રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે IT ઉદ્યોગની ચાર મોટી કંપનીઓમાં છેલ્લા પાંચ વર્ષમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો કાપ છે. આ પહેલા અહીં કર્મચારીઓની સંખ્યા એટલી ઘટી નથી જેટલી ગત નાણાકીય વર્ષમાં ઘટી હતી. આ સારો સંકેત નથી. તેનું કારણ વૈશ્વિક આર્થિક સંકટ છે જેના કારણે ભારતના આઈટી ઉદ્યોગને લગભગ 245 અબજ ડોલરનું નુકસાન થયું છે.


નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2022 માં આ ચાર મોટી કંપનીઓમાં ઘણી ભરતી થઇ હતી કારણ કે તે સમયે બધુ ટેકનોલોજી આધારિત થવા લાગ્યું હતું. આ વર્ષમાં લગભગ 3 લાખ લોકોને નોકરી આપવામાં આવી હતી અને આ કંપનીઓ ટોચ પર હતી. જો કે આ વર્ષે દ્રશ્ય બદલાઈ શકે છે.


નવી ભરતીમાં મુશ્કેલી આવશે


ઉદ્યોગ નિષ્ણાતો પણ માને છે કે આ વર્ષના અંત સુધીમાં નવા આઇટી સ્નાતકોને નોકરી મેળવવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જો કે, એવી પણ શક્યતા છે કે જો આ વર્ષે આટલા બધો કાપ આવશે તો ભવિષ્યમાં નોકરીની સંભાવનાઓ વધુ સારી રહેશે. એટલું જ નહીં, ઇન્ફોસિસ અને વિપ્રોએ તો એમ પણ કહ્યું છે કે તેઓ આ ક્વાર્ટરમાં કેમ્પસ ભરતીમાં ભાગ નહીં લે. એકંદરે આઇટી ઉદ્યોગના વિકાસ પર નકારાત્મક અસર જોવા મળી છે.