IT Job Cuts:  આઇટી ક્ષેત્રની ગણતરી સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં થાય છે. જોકે, આઈટી સેક્ટરની સ્થિતિ અત્યારે સારી ચાલી રહી નથી. છેલ્લા છ મહિના દરમિયાન આ ક્ષેત્રમાં ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી છે અને આવનારા કેટલાક મહિનામાં સ્થિતિમાં સુધારો થવાના કોઈ સંકેતો દેખાતા નથી.


આ ત્રણેય આઈટી કંપનીઓના રિઝલ્ટ જાહેર કરાયા


IT સેક્ટરની કંપનીઓએ જૂલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. દેશની સૌથી મોટી IT કંપની TCS એ આ અઠવાડિયે તેની શરૂઆત કરી છે. તે પછી, ઇન્ફોસિસ અને HCL ટેકે પણ સપ્ટેમ્બર ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે.


આ કારણોસર કર્મચારીઓ ઘટી રહ્યા છે


એપ્રિલ-જૂન ક્વાર્ટરથી IT સેક્ટરમાં રોજગારીની સ્થિતિ બગડી છે. ત્રણ ટોચની IT કંપનીઓના નાણાકીય પરિણામોનું વિશ્લેષણ દર્શાવે છે કે આ કંપનીઓમાં છેલ્લા છ મહિનામાં હજારો લોકોએ નોકરી ગુમાવી છે. છેલ્લા છ મહિનામાં ત્રણ ટોચની IT કંપનીઓના કુલ કર્મચારીઓની સંખ્યામાં લગભગ 25 હજારનો ઘટાડો થયો છે. આના મુખ્ય કારણોમાં કંપનીઓ દ્વારા અપનાવવામાં આવતા ખર્ચ બચાવવાના પગલાં, ખાલી જગ્યાઓ માટે લોકોને શોધવામાં અસમર્થતા અને ભરતીનો અભાવ હોવાનું કહેવાય છે.


સૌથી મોટી IT કંપનીની સ્થિતિ


સૌથી મોટી IT કંપની TCS એ આ અઠવાડિયે બુધવારે તેના પરિણામો જાહેર કર્યા. કંપનીના ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર મિલિંદ લક્કડે જણાવ્યું કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના કુલ કર્મચારીઓની સંખ્યામાં લગભગ 6000નો ઘટાડો થયો છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે આવનારા મહિનાઓમાં પણ કર્મચારીઓની કુલ સંખ્યામાં આ જ રીતે ઘટાડો થઈ શકે છે.


ઇન્ફોસિસમાં ઘણી નોકરીઓ છીનવાઈ ગઈ


બીજી સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસમાં સ્થિતિ વધુ ખરાબ થઈ છે. સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન ઈન્ફોસિસમાં કર્મચારીઓની સંખ્યામાં 7,530નો ઘટાડો થયો છે. અગાઉ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીના કર્મચારીઓની સંખ્યામાં 6,940નો ઘટાડો થયો હતો. આવનારા મહિનાઓ અંગે ઈન્ફોસિસનું કહેવું છે કે હાલમાં કેમ્પસ હાયરિંગ કરવાની કોઈ જરૂર નથી. એચસીએલ ટેકમાં પણ આવી જ સ્થિતિ છે