Belated income tax returns 2025: જો તમે 16 સપ્ટેમ્બરની અંતિમ તારીખ સુધીમાં તમારું આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું નથી, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કરદાતાઓ હજુ પણ 31 ડિસેમ્બર, 2025 સુધી પોતાનું બિલેટેડ રિટર્ન (Belated ITR)  ફાઇલ કરી શકે છે. જો તમે કર ન ભરવા બદલ દંડ અને ટેક્સથી બચવા માંગતા હોવ તો બિલેટેડ રિટર્ન  ફાઇલ કરવું મહત્વપૂર્ણ છે.

Continues below advertisement

લેટ રિટર્ન ફાઇલ કરવા પર લાગશે ફી અને વ્યાજ

બિલેટેડ રિટર્ન ફાઇલ કરવા છતા  તમે દંડ અને વ્યાજથી બચી નહીં શકો.  કારણ કે તમે સમયમર્યાદા પછી આઈટી રિટર્ન ફાઇલ કરી રહ્યા છો, તમારે લેટ ફી અને વ્યાજ ચૂકવવું પડશે. આવા કરદાતાઓ પાસેથી કલમ 234F હેઠળ લેટ ફી અને કલમ 234A હેઠળ વ્યાજ વસૂલવામાં આવે છે. આનો અર્થ એ છે કે જો તમે મોડા ફાઇલ કરો છો તો તમને વધારાના ખર્ચનો સામનો કરવો પડી શકે છે.

Continues below advertisement

બિલેટેડ રિટર્ન શું છે ?

મૂળ નિયત તારીખ એટલે કે, 16 સપ્ટેમ્બર પછી ફાઇલ કરાયેલ કોઈપણ રિટર્નને બિલેટેડ રિટર્ન  ગણવામાં આવે છે. ફક્ત કલમ 139(1) હેઠળ ફાઇલ કરાયેલ રિટર્ન અથવા પહેલાથી ફાઇલ કરાયેલ બિલેટેડ રિટર્ન  જ પછી સુધારી શકાય છે. કલમ 142(1) હેઠળ ફાઇલ કરાયેલા રિટર્નને નોટિસ હેઠળ સુધારી શકાતા નથી.

રિવાઈઝ્ડ રિટર્ન પણ ફાઇલ કરી શકાય છે

જો તમે તમારા ITR માં કોઈ માહિતી છોડી દીધી હોય અથવા ભૂલ કરી હોય તો તમે તેને પછીથી સુધારી શકો છો. તમે રિવાઈઝ્ડ  રિટર્ન ફાઇલ કરીને આ કરી શકો છો. ભૂલ ઇરાદાપૂર્વકની હોય કે અજાણતાં તેને રિવાઈઝ્ડ રિટર્ન દ્વારા સુધારી શકાય છે.

રિવાઈઝ્ડ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ

તમે સંબંધિત આકારણી વર્ષ (એટલે ​​કે, 31 ડિસેમ્બર) ના અંત પહેલા અથવા આકારણી પૂર્ણ થાય તે પહેલાં ત્રણ મહિના સુધી રિવાઈઝ્ડ રિટર્ન ફાઇલ કરી શકો છો.

મોડું રિટર્ન ફાઇલ કરવાના ગેરફાયદા

જો તમે સમયમર્યાદા પછી તમારું ITR ફાઇલ કરો છો, તો તમે કેટલાક લાભો ગુમાવશો અને લેટ ફી અને વ્યાજ ચૂકવવું પડશે. સમયસર તમારું ITR ફાઇલ કરો. સમયમર્યાદા બાદ રિટર્ન ફાઈલ કરવાથી ઘણા બધા નુકસાન થાય છે.