Digital Life Certificate: દેશભરમાં કરોડો પેન્શન મેળવતા વરિષ્ઠ નાગરિકોને નવેમ્બર મહિનામાં જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની જરૂર હોય છે. આ માટેની તારીખ 30મી નવેમ્બર 2023 નક્કી કરવામાં આવી છે. નોંધનીય બાબત એ છે કે કોઈપણ પેન્શનર જીવન પ્રમાણપત્ર ડિજિટલ માધ્યમ દ્વારા અથવા CSC, બેન્ક અથવા ડોર સ્ટેપ બેન્કિંગ દ્વારા સબમિટ કરી શકે છે. જો તમે બેન્કોમાં જઈને લાંબી કતારોમાં ઉભા રહેવાને બદલે ઘરે બેસીને જીવન પ્રમાણપત્ર જમા કરાવવા માંગતા હોવ તો તમે આ કામ ડોર સ્ટેપ બેન્કિંગ સેવા દ્વારા સરળતાથી કરી શકો છો.
ડોર સ્ટેપ બેન્કિંગ શું છે?
નોંધનીય છે કે પેન્શન ધારકો તેમનું જીવન પ્રમાણપત્ર ઘણી અલગ અલગ રીતે સબમિટ કરી શકે છે. આમાં ડોર સ્ટેપ બેન્કિંગ સારો વિકલ્પ બની શકે છે. દેશની ઘણી બેન્કો તેમના વરિષ્ઠ નાગરિકોને ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર જમા કરાવવાની સુવિધા પૂરી પાડે છે. આમાં, બેન્ક અધિકારી પેન્શન ધારકના ઘરે જાય છે અને તેની હયાતીના પુરાવા મેળવે છે. આ માટે તમારે અલગ-અલગ બેન્કો અનુસાર નિશ્ચિત ફી ચૂકવવી પડી શકે છે.
ડોર સ્ટેપ બેન્કિંગનો લાભ કોણ લઈ શકે છે?
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, કોઈપણ વરિષ્ઠ નાગરિક હાલમાં આ સેવાનો લાભ લેવા માટે તેમની SBI શાખાનો સંપર્ક કરી શકે છે. બેન્કના નિયમો અનુસાર, ફક્ત 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો જે ચાલી શકતા નથી તેઓ જ આ સેવાનો લાભ લઈ શકે છે. આ સાથે ગ્રાહકનું KYC પૂર્ણ કરવું જરૂરી છે. આ સાથે એકાઉન્ટમાં તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવો પણ જરૂરી છે.
કેટલી ફી ભરવાની રહેશે
સામાન્ય રીતે ડોર સ્ટેપ બેંકિંગ માટેના શુલ્ક અલગ-અલગ બેન્કો અનુસાર અલગ-અલગ હોય છે, પરંતુ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા જેવી નાણાકીય અને બિન-નાણાકીય કામગીરી માટે તમારે 70 રૂપિયા અને GST અલગથી ચૂકવવો પડશે. કેટલીક બેન્કો એવી છે જે તેમના ગ્રાહકોને ફ્રી ડોર સ્ટેપ બેંકિંગ સુવિધા પૂરી પાડે છે.
ડોર સ્ટેપ બેન્કિંગ માટે કેવી રીતે રજીસ્ટર કરશો
-સૌ પ્રથમ ડોર સ્ટેપ બેન્કિંગ એપ ડાઉનલોડ કરો.
-તમારો મોબાઈલ નંબર દાખલ કરો અને તમારું રજિસ્ટ્રેશન કરાવો.
-આ પછી તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, તેને એન્ટર કરો.
-પછી તમારું નામ, ઈમેલ આઈડી અને પિન જેવી બધી માહિતી દાખલ કરો.
-આ પછી એપ્લિકેશનમાં તમારું સરનામું, પિન વગેરે જેવી બધી માહિતી દાખલ કરો.
આ રીતે એસબીઆઇના કસ્ટમર્સ ડોર સ્પેટ બેન્કિંગ માટે કરી શકશે Request
- ડોર સ્ટેપ બેન્કિંગ એપ પર જાવ.
- તમારા ખાતાના છેલ્લા 6 નંબરો દાખલ કરો.
- પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે, તેને એન્ટર કરો.
- આ પછી DSB મોબાઇલ એપ્લિકેશન પર OTP દાખલ કરો અને તેને સબમિટ કરો.
- આ પછી બેંકનું નામ, એકાઉન્ટ નંબર, શાખા વગેરે જેવી વિગતો દેખાશે.
- પછી તમારી બ્રાન્ચ અને ટાઇમ સ્લોટ પસંદ કરો
- ત્યારબાદ બેન્ક તમારા ખાતામાંથી ડોર સ્ટેપ બેન્કિંગ ચાર્જ ડેબિટ કરશે.
- પછી તમને સર્વિસ નંબર મળશે. બેન્ક એક SMS મોકલશે જેમાં એજન્ટનું નામ, મોબાઈલ નંબર અને અન્ય વિગતો નોંધવામાં આવશે.