જેટ એરવેઝના CEOએ આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ
abpasmita.in | 14 May 2019 05:42 PM (IST)
છેલ્લા એક મહિનામાં એરલાઇન સાથે સંકળાયેલા બોર્ડના અનેક સભ્યો રાજીનામા આપી ચુક્યા છે.

મુંબઈઃ જેટ એરવેઝના ડેપ્યૂટી સીઈઓ અને સીફઓ અમિત અગ્રવાલ બાદ CEO વિનય દૂબેએ પણ આજે રાજીનામું આપ્યું હતું. તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. એર લાઇન્સે સ્ટોક એક્સચેન્જને આજે આ માહિતી આપી હતી. દૂબે 2015માં એરલાઇન સાથે જોડાયા હતા. છેલ્લા એક મહિનામાં એરલાઇન સાથે સંકળાયેલા બોર્ડના અનેક સભ્યો રાજીનામા આપી ચુક્યા છે. આર્થિક સંકટમાં ફસાયેલી જેટ એરવેઝે 17 એપ્રિલે અસ્થાયી રીતે સંચાલન બંધ કરી દીધું હતું. બીએસઈ પર જેટ એરવેઝનો શેર 12.44% ઘટીને 122.10 રૂપિયા પર આવી ગયો હતો. એનએસઇ પર શેર 13% ગબડ્યો હતો. વર્લ્ડકપઃ શાસ્ત્રીએ કેદાર જાદવ અને ચોથા ક્રમના બેટ્સમેનને લઇ આપ્યું મોટું નિવેદન, જાણો વિગતચૂંટણી પરિણામ પહેલા જ બોક્સર વિજેંદર સિંહના ઘરમાં આવી ખુશખબરી, જાણો વિગતયોગીના મંત્રીએ કરી ભવિષ્યવાણી- મોદી નહીં બને PM, માયાવતીનો દાવો સૌથી મજબૂત